________________
૧૦૧ એટલી વિગતો, એટલા સિદ્ધાંતો અને એટલાં ઐતિહાસિક ઉપકરણે છે કે યોગ્ય વિવેચન વગર સામાન્ય લોકસમૂહ તે સમજી શકે નહીં. મેં અહીં જે જૈન વિજ્ઞાનની રૂપરેખા આંકી છે તે તે અતિ સામાન્ય છે, જૈન દર્શનનું ખાલી હાડપિંજર છે એમ કહું તે ચાલે.
પ્રમાણભાસ એ શું છે? વાદવિચાર કે હોય ? ફલપરીક્ષાની પદ્ધતિ કેવી હોય ? એવું એવું ઘણું જૈન દર્શનમાં છે. મેં અહીં એનો સ્પર્શ સરખે પણ નથી કર્યો, છતાં મને ખાત્રી છે કે આટલા ટુંકા વિવેચન ઉપરથી સુજ્ઞપુરૂષો એટલું તો જરૂર જોઈ શકશે કે વર્તમાન યુગના વિજ્ઞાન સંબંધી ઘણાંખરાં મૂળ સૂત્રે જૈન વિજ્ઞાનમાં છે.
જૈન વિદ્યા ભારતવર્ષની વિદ્યા છે. એ વિદ્યાનો પુનરૂદ્ધાર કરવાની જવાબદારી ભારતવર્ષ ઉપર છે. ભારતવર્ષની લેપ પામેલી વિદ્યા અને સભ્યતાનો પુનરૂદ્ધાર કરવામાં બંગાળે હંમેશાં આગળ પડતો ભાગ ભજવ્યો છે. બંગાળામાં આજ સુધીમાં ઘણુ પુરાણી જૈન પ્રતિમાઓ મળી આવી છે. બંગાળામાં જ “સરાક” નામની એક અહિંસાપ્રિય જાતિ વસતી હોવાનું બહાર આવ્યું છે. આજે તો જે કે એ જાતિ હિંદુસમાજની અંદર સમાઈ ગઈ છે તો પણ એ પ્રાચીન જૈન સમાજની-શ્રાવક સમાજની વારસદાર છે એ વિષે જરાય શંકા નથી. એમના આચાર, એમની લેકકથા અને સંસ્કાર ઉપરથી એ સિદ્ધાંત વધુ મજબૂત બને છે
એવું પણ એક અનુમાન નીકળે છે કે બંગાળામાં જેને આજે બર્દવાન–વર્ધમાન નગર કહેવામાં આવે છે તે જૈન સંપ્રદાયના છેલ્લા વીસમા તીર્થંકર, શ્રીવર્ધમાનસ્વામીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org