________________
૧૨ નામ સાથે સંકળાએલું હોય. મહાવીરસ્વામીના નામને પ્રતાપ બંગાળાની ભૂમિમાં વીરભૂમિ (વીરભૂમ જીલ્લો) નામ અંકાયું હોય એ પણ સ્વાભાવિક છે. બંગાળામાં જૈન પ્રતિમાઓ. ઉપરાંત કેઈ કોઈ સ્થળે પ્રાચીન જૈન મંદિર પણ મળી આવે છે. બંગાળની પાસે મધમાં જૈન સંપ્રદાયના ઘણું ઘણું મહાપુરૂએ પોતાની વીરહાક ગજાવી છે. આ બધું જોતાં, સભ્યાભિમાની બંગાળીઓ, જૈન વિદ્યાના પુનરૂદ્ધારમાં પૂરો રસ ન લે તો એમને સારૂ એ એક આક્ષેપનો વિષય ગણાય.
બીજી પણ એક વાત અહીં કહી દઉં. અહિંસાધર્મના પ્રતાપે ભારતવર્ષને રાજનૈતિક ઉદ્ધાર થવો જોઈએ એમ મહાત્મા ગાંધીજી તરફથી આપણને કહેવામાં આવે છે. સૌ પ્રથમ બંગાળે જ, એ રાજનૈતિક અહિંસા આચરી બતાવી હતી. એ અહિંસા મૂળ ક્યાંથી આવી? વેદસિત ધર્મમાં અહિંસાની પ્રશંસા છે એ વાતની હું ના નથી પાડતે. બૌદ્ધો પણ અહિંસાને પોતાના ધર્મના આધારરૂપ માને છે, પરંતુ ભારતવર્ષને જૈન સમાજ. બીજાની જેમ અહિંસાધર્મના ગીત ગાઇને જ બેસી રહેતો નથી. મન, વચન, કાયાથી એ ધર્મ પાળે છે. બીજી રીતે જૈન સમાજ ભલે પાછળ રહી ગયો હોય તે પણ તેની અહિંસાની આરાધના–ભક્તિા પ્રશંસનીય છે. જૈન વિદ્યાના પુનરૂદ્ધારમાં બંગાળના વિદ્વાન. ભાઈએ યથાશક્તિ સહાય આપવા તૈયાર રહે તો ભારતવર્ષની સભ્યતા દીપ નીકળે એ વાત ફરીથી કહીં આ નિબંધ સમાપ્ત કરૂં છું. ૧. બંગાલી સાહિત્ય—પરિષદમાં (રાધાનગર મુકામે) આ
નિબંધ વંચાયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org