________________
૮૪
કામ, ક્રોધ તથા લોભ, નરકદ્વાર આ ત્રણ કરતા આત્મનો ઘાત, તેથી તે ત્યજવા ત્રણે. જીતે ક્ષમાથી ક્રોધને, નિજ માર્દવથી માનને, આર્જવ થકી માયા ખરે, સંતોષ દ્વારા લોભને.
રાગદ્વેષાદિશગૂનુ યતીતિ જિન: રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મદ, મોહ, અહંકાર આદિ મનુષ્યના શત્રુઓ છે, એના પર વિજય પ્રાપ્ત કરનાર જિન કહેવાય.
લેષનું છેદન (નાશ) કરો. રાગને દૂર હટાવો એમ કરવાથી સંસારમાં સુખી થવાશે, મોક્ષ પ્રાપ્ત થશે (ઉત્ત. ૩૨/૨, દશ. ૬/૩/૧૨)
કામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં લગી મૂળ ન જાય જી, સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાયજી. દુ:ખે ઉગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિર બુદ્ધિનો. – ગીતા
ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરિયે કોટિ ઉપાયજી, અંતર ઊંડી ઈચ્છા રહે, તે કેમ કરીને જાયજી. – નિષ્કુળાનંદ
પ્રમાદ
સૂત્રોમાં કહ્યું છે:
મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય યોગ બન્ધ હેતવ: મિથ્યાત્વ, અવિરતિ (અસંયમ), પ્રમાદ, કષાય અને યોગ (મન-વચન-કાયાની ક્રિયા) એ કર્મબંધના પાંચ કારણ છે. સત્યનું જ્ઞાન થતાં મિથાપ્રવૃત્તિ ન ટળે, એમ બને નહિં. સત્ય એટલે સમ્યફ જ્ઞાન. જ્ઞાનનું ફળ વિરતિ છે.
ભગવાન મહાવીર અને ગૌતમનો સંવાદ શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદ જેવો જ જ્ઞાનગર્ભિત અને અલૌકિક છે. ભગવાને વારંવાર ગૌતમને અનેક રીતે સમજાવીને કહ્યું છે સમય ગોયમ! મા પમાયએ” હે ગૌતમ ક્ષણમાત્રનો પ્રસાદ ન કર!
જીવન તૂટયા પછી સંધાતું નથી. વૃદ્ધાવસ્થા આવી પહોંચે કે બચાવ થતો નથી. મનુષ્યભવ, આર્યત્વ, પાંચે ઈન્દ્રિયોની પૂર્ણતા, ઉત્તમ ધર્મનું શ્રવણ, એના પર શ્રદ્ધા, સંયમનો પુરુષાર્થ દુર્લભ છે. આયુષ્ય અલ્પ છે. રાત્રિ વીતતાં વૃક્ષના પીળાં પાન જેમ ખરી પડે છે. તેમ જીવનનો કયારે પણ અંત આવી શકે છે. શરીર નબળું પડી રહ્યું છે, વાળ સફેદ થઈ ગયા છે, વિવિધ રોગો ઘર કરી રહ્યા છે, બળ ઘટી રહ્યું છે. જેમ ડાભની અણી પર રહેલું ઝાકળનું બિંદુ પડવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org