SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧,૧૨૨,૧૨૪). અંગ્રેજ કવિ ટેનીસન આત્મ સાક્ષાત્કાર પામેલા પુરુષ હતા. સુંદર વાત એક વાક્યમાં કહી છે: આત્મવિશ્વાસ, આત્મજ્ઞાન અને આત્મસંયમ એ ત્રણ વસ્તુઓ જ જીવનને પરમ શકિતસંપન્ન બનાવે છે.” મનની વૃત્તિઓનો સંયમ એ જ યોગ. ગીતામાં કહ્યું છે: (અ.૬. - ૩૫) શુભ પ્રવૃત્તિ અને મનના સંયમ સહિત જેમ જેમ મનુષ્ય અપરિગ્રહતા સાથે સંલગ્ન થતો જાય, તેમ તેમ તેનો દુનિયા અને દુનિયાદારી સાથેનો મોહ અને સંબંધ તૂટતો જાય. અનુગૃહાથે સ્વસ્યાતિસંગ દાનમ્ (ઉભાસ્વાતિ: તત્વાર્થસૂત્ર) દાનની પ્રવૃત્તિના ત્રણ મહત્વના અંગો છે (૧) પોતાની માલિકીની કોઈ વસ્તુ હોવી. (૨) તેનો ત્યાગ કરવો (૩) એ ત્યાગ બીજાના કલ્યાણ માટે હોવો જોઈએ. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારની ધર્મ આરાધનામાં શાસ્ત્રકારોએ દાનને પ્રથમ સ્થાન આપ્યું છે, તે ઘણી દ્રષ્ટિએ ઉચિત છે. શરીર એ સંયમયાત્રાનું સાધન છે. કોઈ યાત્રામાં યાત્રિક કરતાં એનો સામાન જ અગત્યનો બની જાય, એની પળોજણ જ થયા કરે, તો યાત્રિક અને યાત્રા નગણ્ય-નિરર્થક બની જાય. . સંયમનો માર્ગ કલ્યાણનો માર્ગ છે. સંયમનો સતત અભ્યાસ સંયમને સહજ બનાવી દે છે. સંયમનો ભાર લાગે તો માણસ વ્યાકૂળ બની જાય છે. સંયમનો સાચો ઉપાય છે. ઈશ્વરમયતા. ચત્તારિ મંગલમ્-ચાર મંગલોમાં ચોથું મંગલ છે: સંયમનો પુરુષાર્થ. સંયમ માનવીને સ્વર્ગના ઊંબરે ઉભો રાખી દે છે. સંગ્રહ એ સડો છે. વિતરણ એ શુચિતા છે. પરિગ્રહનો કે સંયમનો કોઈ ભાર ન હોવો જોઈએ. ભાર ડૂબાડે, હળવાશ તારે. તમામ કષાયો, રાગ-દ્વેષ વગેરે તમોગુણ-રજોગુણમાંથી નીપજે છે. તમોગુણમાં આસક્તિ તે મોહ. રજોગુણમાં આસકિત તે લોભ. સત્વગુણમાં આસકિત જ્ઞાન અને સુખને બહાને ટકી રહે છે. તમન્ એટલે મોહગ્રસ્ત અજ્ઞાન. કામ-ક્રોધ વડે જ્ઞાન ઢંકાયેલું રહે છે. હિરણ્મયી માયાવી પાત્રે સત્યનું મુખ ઢંકાયેલું રહે છે. સૂત્રોમાં કહ્યું છે: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy