SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શોષણ અન્યાય વગેરે એ ધન સાથે સંકળાયેલાં હોય છે. સંત કહેતા: અપરિગ્રહ જ ખરૂં વ્રત છે. એક પણ વસ્તુને પરિગ્રહ ફરીથી તેને જાળમાં ફસાવી દે છે. તિર્થંકરોએ આ દેહને પણ પરિગ્રહ કર્યો છે. તો બીજા પરિગ્રહની તો વાત જ શી? સંત કવિએ પણ કુરલમાં આ જ વાત કહી છે. સૂત્રોમાં કહ્યું છે: “મનુષ્ય સ્વજને માટે દુષિત પ્રવૃત્તિઓથી ધન મેળવવાના પ્રયત્નમાં જ જરા અને મૃત્યુને શરણ થાય છે. “આયુષ્ય પળ પળ ઘટી રહ્યું છે, એ જાણ્યા વિના મૂર્ખ મનુષ્ય, મારું-મારું કરીને સાહસ કરે છે. તે જાણે અજરામર હોય, એ રીતે અર્થપ્રાપ્તિ માટે દિવસ અને રાત પ્રયત્ન કરે છે અને આર્તધ્યાનને વશ થઈ ઘણો સંતાપ પામે છે. જે મનુષ્યો ધનને અમૃત માની અનેક પાપકર્મો દ્વારા તેનું સંપાદન કરે છે. તે કર્મોના દ્રઢ પાશથી બંધાય છે અને અનેક જીવો સાથે વેરનો અનુબંધ કરે છે. ‘ચલ-અચલ સંપત્તિ, ધન, ધાન્ય, ઉપકરણ આદિ દુ:ખ ભોગવી રહેલા પ્રાણીઓને દુ:ખમાંથી મુકત કરવા સમર્થ નથી.” (સૂત્ર. શ્રુ ૧ અ. ૧, ઉ.૧. ગા. ૨) ઉત્ત. અ. ૧૯ ગા. ૨૯. ઉ.અ. ૧૪, ગા. સુશ્રુ. ૧, અ.૧૦, ગા.૧૮) ઉત્ત. અ.૬, ગા.૬. ઉત્ત. અ.૧૯, ગા. ૧૭. ઉત્ત. અ. ૯. ગા. ૪૮). જ્ઞાનીઓએ પોકારી પોકારી કહ્યું છે કે લોભ એ પાપનું મૂળ છે.” અનેક અન્યાયી અને હિંસક પ્રકારની પ્રવૃત્તિઓ- વ્યવસાય- ધંધાઓ લોભમાંથી નીપજે છે. લોભ માણસને પરિગ્રહમાં-સંગ્રહમાં સપડાવી દે છે. માનવીને મહેનત વગરનું ધન જોઈએ છે અને તે પણ Too Fast - Too Soon. જુગાર, મટકો, રેસ, ત્રણ પત્તા તેમજ શેર-સટ્ટો જેને પં. બેચરદાસ દોશીએ સફેદ જુગાર કહ્યો છે, ઉપરાંત દારૂના બાર, દારૂનું ઉત્પાદન, માંસ વગેરે અભક્ષ્ય હિંસક-હિંસાને પોષનારા ધંધામાં પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણી, વગેરે અધર્મ અને અન્યાય માર્ગના ધંધામાં આપણો મોટો વર્ગ સંકળાયેલો છે. ઉધાચત્તા, છેતરપિંડી વગેરે અનેક ખેલ પરિગ્રહ માટે ખેલીને ધ્યાન કે આરાધના કરવી નિરર્થક જ હોઈ શકે. ન્યાય સંપન્ન આજીવિકા પ્રથમ ગુણ છે. ઈસ્લામમાં પણ એના પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. રીઝકુલ પાક” અર્થાત્ પવિત્ર અન્ન. રિઝક શબ્દનો અર્થ કચ્છી ભાષામાં પણ અન્ન જ થાય છે. ઘરમાં જે પૈસો આવે છે તે કલંકિત છે, કે શુદ્ધ, તે તપાસવો સૌ કુંટીબીઓની ફરજ થઈ પડે છે. અન્યાયની સંપત્તિ સરવાળે તો ચાલી જ જાય છે, પણ સાથે સાથે સંસ્કાર પણ લેતી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy