SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ બહુજનસમાજ પણ અન્યાયપૂર્ણ ઉપાર્જન સામે અવાજ ઉઠાવતો નથી. દાનથી પરિગ્રહ ઓછો થાય, પણ કલંકિત નાણું દાનમાં વાપરવાથી કેટલું પુણ્ય મળે, એ પ્રશ્ન નિરુતર રહ્યો છે. ધન માયાવી છે. ચોમેર જયારે સમાજ Money-Oriented - ધનાભિમુખ છે, ત્યારે અપરિગ્રહ કે પરિગ્રહપરિમાણ વ્રત ધારણ કરવાં મહાદુષ્કર છે અને પ્રચંડ પુરુષાર્થ માગી લે છે. છ ફૂટ જગાના ધણીને મહાલયો નાનાં પડે છે. બે જોડી કપડાનાં ધણીને અડધો ડઝન કબાટ પણ નાના પડે છે. હિરાજડિત ઘડિયાળ બાંધવાથી સમયને બાંધી શકાતો નથી. ફૂટપાથ પર સૂનાર અને છત્તરપલંગમાં પોઢનારની ઉંઘ વચ્ચે કોઈ ફરક નથી હોતો. હા, બન્નેના સપનામાં ફરક હોય છે. એકને રોટલાના સપના આવે છે, બીજાને શેરનો રેડિયો સંભળાતો હોય છે. ગુણવંત શાહે એક સરસ દાખલો ટાંકયો છે. એક ભાઈને હાર્ટ એટેક આવ્યો. બેભાન થઈ ગયા. હાર્ટ મસાજ વગેરેથી હૃદય પાછું ધબકતું થયું. હોશ આવ્યો અને પહેલો પ્રશ્ન પૂછયો. “બરોડા રેયૉનનું ડીવીડંડ આવી ગયું ?’’ કવિ અનિલ જોષીએ એક ટૂચકો કહ્યો હતો. એક બેનને જયોતિષિએ કહ્યું કે તમારી સાત પેઢી ચાલે એટલી સંપત્તિ આવશે, ફિકર કરતા નહિં. પેલાં બેન તો ઉદાસ થઈ ગયાં. જયોતિષે પૂછ્યું ‘કેમ ઉદાસ થઈ ગયા?’ બેને કહ્યું ‘પણ મારી આઠમી પેઢીનું શું?’’ પ્રતિષ્ઠા, દેખાડો, દંભ વગેરેથી પ્રેરાઈ થતા પરિગ્રહ ઉપરાંત મહદ્ અંશે એનુ કારણ છે, ભવિષ્યની અનિશ્ચિતતા. માનવી ભવિષ્યનું જીવન નચિંત બને, નિશ્ચિતરૂપથી આકાર ધારણ કરે, જીવનનિર્વાહમાં કશી ઉણપ ન આવે, એ દ્રષ્ટિએ સંગ્રહ કરે છે, જે સમય જતાં બધી મર્યાદા વટાવી જાય છે. આખી જિંદગી એને લોભ પજવે છે, પ્રજાળે છે. બિનસલામતીની ભાવનામાંથી પરિગ્રહ-સંચય કરવાની વૃત્તિ જાગે છે. પરિગ્રહમાંથી ભય, ભયથી ક્રોધ અને આવેશ અને એમાંથી હિંસા નીપજે છે. તમામ પાપોની વણઝાર હિંસાથી શરૂ થાય છે. હિંસક માણસ જ ભયભીત હોય છે. અહિંસક માનવી જ નિર્ભય હોઈ શકે. માનવીને ભવિષ્ય હમેશાં ડરામણું લાગે છે, ઉછરતી યુવાનીને બાદ કરતાં વય વધવા સાથે પરિગ્રહ પણ વધે છે. ભાવિ-સલામતી અર્થે જ વીમાની પોલીસીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy