SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ આજીવિકા. આ વિભાવનાના પાયા પરથી અપરિગ્રહના આદર્શ તરફ મીટ માંડી શકાય અને પરિગ્રહની મૂર્છામાં ડૂબેલા જગતને અને એમાં રચ્યાપચ્યા રહેનારા માનવીને અપરિગ્રહનો નવા સંદર્ભ, નવી આશા અને નવી સમાન વ્યવસ્થા તરફ દોરી જાય. આધુનિક સમયમાં ગાંધીજી અને કાર્લ માર્કસે પણ અપરિગ્રહને પોતપોતાની આગવી રીતે પુરસ્કૃત કર્યો. શ્રીમદ્ કહેતા : ‘“માંડ માંડ આજીવિકા ચાલતી હોય, તો ત્યાં જ અટકી જો.’’ અપરિગ્રહનો ગુણ આત્મસંયમ સૂચવે છે. પુરાણોમાં પણ એના મહિમા દર્શાવાયો છે. સ્થાનાંગસૂત્રમાં ત્રણ મનોરથોનો નિર્દેશ છે, જેમાનો એક છે: હું કયારે અલ્પ કે બહુ પરિગ્રહનો ત્યાગ કરીશ? આ મનોરથથી વિપુલ માત્રામાં કર્મોની મહાનિર્જરા અને મહાપર્યવસના થાય છે. કુંદકુંદાચાર્ય પ્રવચનસારમાં કહ્યું છે: ‘શરીરની પ્રવૃત્તિ કરવા જતાં જીવ મરે તો બંધ થાય કે ન થાય, પરંતુ પરિગ્રહથી તો બંધ થાય જ. માટે ડાહ્યા શ્રમણો પરિગ્રહનો ત્યાગ કરે છે. (૩૧૯). દ્રવ્યમૂર્છા (પરિગ્રહ)એ અઢાર પાપ સ્થાનકોમાંનો એક છે. પાપબુદ્ધિથી કરાતા પાપોનો પ્રકાર છે. તમિળના સંત તિરુવલ્લુવરે ‘કુરલ’માં લખ્યું છે: સજ્જન પુરુષોએ સ્વ-પરિશ્રમથી એકત્ર કરેલી સંપત્તિ પરજનહિતાય જ હોય છે. ‘“સજજન એટલે સત્યનિષ્ઠ, દયાવાન, ઉદાર અને વિવેકશીલ.’' ‘કંજુસોએ પોતાના માટે સંગ્રહેલું ભોજન ભિખારીના ટુકડા કરતાં પણ વધારે ભૂંડું છે. ગરીબોને આપવું એ જ ખરૂં દાન છે. બીજા બધા દાન ધીરાણ જેવા છે. ‘બીજાને વહેંચીને બીજાની ભૂખ સંતોષીને મુનષ્ય આહાર કરવો જોઈએ અને કોઈપણ અપેક્ષા કે સ્વાર્થવૃત્તિ વિના દાન કરવું જોઈએ. (પ્ર. ૨૩, ઋચા ૨૨૧, ૨૨૭, ૨૨૮, ૨૨૯). સજજનપુરુષનું ધન પણ પરહિત માટે હોય. વળી એ સ્વપ્રયત્નથી કમાવેલું હોવું જોઈએ. માણસ સ્વપુરુષાર્થથી જે કમાવે, તે બધું ખર્ચી નાખવાનો એને અધિકાર નથી. જૈનશાસ્ત્ર અનુસાર બધું પોતાના જ સ્વાર્થ માટે ખર્ચે તો અસ્તેય (અચોર્ય) વ્રતનો ભંગ થાય છે. અણહકનું વાપરે છે. કારણે ધન ઉપાર્જન કરતાં કેટલાંકનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy