SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ 93 છોડે. પ્રત્યાખાની: બળદના મૂવની ધારા જેવી, જે પવન આવતાં દૂર થાય. માયા'માં સંજવલન પ્રકારની હળવાશ નથી. કારણ કે દગા ફટકામાં છેતરપીંડી અને જુનો જ સહારો લેવાતો હોય છે. જુઠું બોલનારની સજા માત્ર એ નથી કે તેનો કોઈ વિશ્વાસ કરતું નથી પણ ખરી સજા એ છે કે માયાવી માણસ પોતે કોઈ પર વિશ્વાસ કરી શકતો નથી! આપણા પર કોઈ વિશ્વાસ મૂકે, તો જ આપણે એને છેતરી શકીએ. દેહ કરી શકીએ. આ વિશ્વાસઘાત. વિશ્વાસઘાત મહાપાપ છે. ભોળાને, શ્રેયને હણીએ છીએ. ગીતામાં દેવી સંપત્તિના છવ્વીસ લક્ષણોમાં અદ્રોહનો સમાવેશ થયો છે. સરકાર, સમાજ, કુટુંબ અને વેપારમાં અનેક સ્તરે સ્થૂળ-સૂક્ષ્મ કક્ષાએ દગાબાજીની રમત રમાતી હોય છે. હિંસા થાય છે. ખૂન થાય છે. કુટુંબો પાયમાલ થઈ જાય છે. જૂઠ અને કપટનું સામ્રાજ્ય ચોમેર ફરી વળ્યું છે. આ કાળમાં જીવો વક થશે એમ તીર્થકરોએ ભાખ્યું હતું. દગાબાજી અને સોદાબાજી બન્ને સગાભાઈઓ છે. સોદાબાજીમાં સામા માણસની લાચારીનો પૂરો લાભ ઉઠાવાય છે. કોઈની લાચારીનો ગેરલાભ ઉઠાવવો એ મહા પાપ છે. બોલીને ફરી જવું મેં એવું ક્યાં કહ્યું હતું? તમારી કંઈ ગેરસમજણ થાય છે.' ગેરસમજણના રૂપાળાં ઓઠા હેઠળ ઘણું જૂઠાણું ચાલે છે. આ દગો છે. જવાબદારી લઈ છેલ્લી ઘડીએ ખસકી જવું, નિકાચોરી પણ દગાના જ પ્રકારો છે. પોતાની જાતને છેતર્યા વિના બીજને છેતરી શકતો નથી. રોજબરોજ ક્ષુલ્લક જેવી બાબતોમાં પણ અસત્ય, સત્યાસત્ય-મિશ્ર સત્ય-અસત્યનો અને સરાસર જૂઠનો આશરો લઈ પોતાના આત્માનો દ્રોહ કરતો હોય છે. No man was ever deceived so much by others as by himself - લૉર્ડગ્રેવીલ. વર્ષો પહેલાં સોક્રેટીસે કહ્યું હતું. Be Sincere to yourself' તમારી જાત પ્રત્યે નિષ્ઠાવાન વફાદાર રહો. પોતા પ્રત્યે જેને નિષ્ઠા નથી, તે બીજા પ્રત્યે નિષ્ઠાવાન રહી જ શકતો નથી. જે આપણામાં નથી હોતું, તે બીજાને આપી શકાતું નથી. સતતદગાકાની હારમાળાથી આપણી નર્વસ સીસ્ટમ ખોરંભે ચડી જાય છે. ડૉ. ઝિવાગોના મુખમાં લેખકે સંવાદ મૂક્યો છે. If day by day. You say the opposite of waht you feel, our nervous system is not just a fiction. It is a part of our physical body and our soul exists inside us like teeth Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy