SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ ચાલતાં શીખે છે. જીવનકાળ દરમ્યાન સાધના પથમાં અહંકારનું વિસર્જન થાય, અહંકારનું મૃત્યુ થાય, એ અર્થમાં જીવતાં છતાં મરીએ, એ બહુ મોટી સિદ્ધિ ગણી શકાય. શ્રીમદ્ રાજચંદ્ર કહેતા: “જીવતાં મરાય, તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. કચ્છના સંત કવિ મેકણદાદાએ એક દૂહામાં કહ્યું છે: મરણ અઝો જે મુઆ, સે મટી ન થધા મહાતું હુંધા સે હયાત, મરણ જિન મુહમેં. અર્થાત્: મૃત્યુ અગાઉ જે મર્યા તે મહાત થતા નથી. જેની મુઠ્ઠીમાં મરણ બંધ હોય છે, અર્થાત્ મૃત્યુ જેના કજામાં હોય છે, તે અજર-અમર થઈ જાય છે. અખો કહે છે: મરતાં પહેલાં જાને મરી બાકી રહે તે હરિ. મૃત્યુ પહેલાં મરી જવું એટલે અહમૂનો લોપ કરવો. આનંદમયીમાને ત્યાં વીસ વર્ષથી આવતા એક સાધકે, સાધનામાં કશી પ્રગતિ ન થયાની ફરિયાદ કરી. આનંદમયીમાએ કહ્યું: “પણ તું મરતો નથી, તે હું શું કરું?” કામ અને કોધ દ્વારા ઉઠતા આવેગોને આપણો અહંકાર જાણીબુઝી જગાડે છે, ઉશ્કેરે છે. અહંકારનું આ એક તોફાન જ હોય છે. આ અહંકારનું મૃત્યુ જે દેહમૃત્યુ પહેલાં થઈ શકે, તો માનવી પાર ઉતરી જાય. આવું જેના જીવનમાં બને તે યોગી. (યુક્તા). કામ ક્રોધ અભિન્નપણે અહંકાર સાથે સંકળાયેલા છે. અને ‘સન્યાસ” એ મરતાં પહેલાં મરવાની, એટલે કે સંપૂર્ણ અહંવિસર્જનની સાધના છે. મૃત્યુના મહોત્સવની તૈયારી છે. અહંવિસર્જનની સાધના કષ્ટસાધ્ય છે કારણ કે માણસ સૌથી વધુ પોતાને ચાહે છે. વિનોબા ભાવે પોતાના હસ્તાક્ષરમાં માત્ર “રામ હરિ” લખતા. પોતાનું નામ નહિ! હરિના હસ્તાક્ષર જેવી વાત થઈ! • માણસને માન મૂકયાનું પણ માન, વિનમ્રતાનું પણ ગુમાન, પોતે અભિમાની નથી એ પણ અભિમાનપૂર્વક માત્ર માણસ જ કહી શકે છે. હું તો ભોળો છું. એવું ચાલાકીપૂર્વક માત્ર માણસ જ કહી શકે છે. અહમ્ એ સૂક્ષ્મ રોગ છે. તરલ છે. સુખાભાસી હોવાથી જલ્દી પકડમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy