SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ નવમી પ્રતિસેવના છે. પ્રદોષ પ્રતિસેવના: કોધ વગેરે કષાય દ્વારા થતી અશુદ્ધિ. પ્રથમ પ્રતિસેવના છે દપ્રિતિ સેવના: અહંકારને કારણે થતી સંયમની વિરાધના. માન-અહંકાર-અહમ્ એ બીજો કષાય છે. કોધ, માન, માયા અને લોભ એ આત્મદોષો ત્યાગ કરીને ભગવાન મહાવીર અહિત થયા. આત્મહિતને ઈચ્છનારો સાધક ચારે દોષોનો ત્યાગ કરે, જે પાપવૃદ્ધિ કરે છે, ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા (કપટ) મિત્રોનો નાશ કરે છે અને લોભ સર્વનો નાશ કરે છે. જે અભિમાનના આવેશમાં આવી જઈ બીજાની અવજ્ઞા કરે છે, તે દીર્ઘ કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. પરનિંદા તો સ્પષ્ટ રીતે પાપકારી છે. આ પ્રમાણે જાણીને મુનિ પોતાના કૂળ, શ્રત, તપ આદિનો મદ કરે નહિં. ક્રોધ અને માનને વશમાં ન રાખવાથી તથા માયા અને લોભને વધારવાથી આ ચારે કષાયો પુનર્જન્મરૂપી વૃક્ષના મૂળોને પાણી પાય છે. અર્થાત્ તેની વૃદ્ધિ કરે છે. (સૂશ્રુિ. ૧. અ.૬, ગા.૨૬, દશ.અ.૮, ગા.૩૮, દશ.અ.૫, ઉ.૨,ગા.૩પ, સૂત્રુ. ૧, અ.૨, ઉ.૨, ગા.૨, દશ.અ.૮. ગા.૪૦). માનની તીવ્ર મંદતા અનુસાર વિભાગ અનંતાનુબંધી: પત્થરના થાંભલા જેવો જે કોઈ રીતે નમે જ નહિં. અપ્રત્યાખાની: હાડકાં જેવો, જે મહાકટે નમે. પ્રત્યાખાની કાષ્ઠ જેવો, જે ઉપાય કરવાથી નમે. સંજવલન: નેતરની સોટી જેવો, જે સહેલાઈથી નમી જાય. અહંકાર એ સંયમવિરાધક અને સાધનાબાધક કષાય છે. શ્રીમદ્ રાજચંદ્રએ કહ્યું છે: “જગતમાં જે માન ન હોત, તો અહિં જ મોક્ષ હોત!” અહમ્ એ સૌથી વજનદાર કષાય છે. કાળમીંઢ ખડક જેવો. અહમને અતિદમન કે પીડનથી દૂર કરી શકાય નહિ. એને પહેલાં ઓળખવો જોઈએ. ઓળખાય, તો સહેલાઈથી અળગો થઈ શકે છે. અહમ્ એ અશાન્તિનો જનક છે. પોતાને અનુકૂળ હોય, તેટલું જ જુએ છે, સાંભળે છે. અહમ્ આગ્રહ અને પૂર્વગ્રહ આણે છે. અહમનો શ્વાસ ષ છે. અહમને ઉચ્છવાસ પૂર્વગ્રહ છે. દંભ એની સહચરી છે. વિનમ્રતા એનો ઢોંગ છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy