SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ થતી જાય છે. આ સુખવાદ Hedonism તમોગુણને પોષનારો છે. તમર્ એન્જ અંધકાર. તમોગુણ એટલે અજ્ઞાનમૂલક મોહ અને પ્રમાદમાંથી પેદા થતું અંધારૂં. અજ્ઞાન એજ અંધકાર. તમોગુણ ક્રોધને જન્મ આપવામાં મુખ્ય સહાયક છે. એટલે જ ક્રોધી માણસને આપણે ‘તામસી’ છે એમ કહીએ છીએ. ક્રોધને ઉઠતો જ દાબી દેવો એ તાત્પુરતી વ્યવસ્થા છે. ક્રોધ અસભ્ય વાણી દ્વારા વહે કે હિંસામાં નીપજે, બીજાને નુકશાન પહોંચાડે, એના કરતાં તાત્મપુરતી વ્યવસ્થા ખામીભરી હોવા છતાં ઈચ્છવાયોગ્ય છે. Lesser Evil. પણ આવા સંજોગોમાં Law of Reverse Effect' નો નિયમ અમલમાં આવે છે. કોઈપણ કુત્સિત વૃત્તિને જેટલા જોરથી દબાવો તેથી બમણાં જોરથી એ ઉછળી બહાર આવવાની જ. ધૂંધવાટનો ક્યારેક પણ નિમિત્ત પ્રાપ્ત થતાં વિસ્ફોટ થવાનો જ. ક્રોધને બહાર પ્રગટવા જ ન દેવો એ ‘અક્રોધ’ નથી. કષાયોનું શમન અને સમતાયોગ દ્વારા એવી ચિત્તની અવસ્થા પ્રાપ્ત કરવી કે ક્રોધ જન્મે જ નહિં, એવી અવસ્થા જ અક્રોધની નિદર્શક હોઈ શકે. ફટાકડામાં દારૂગોળો દાબીને ભરવામાં આવે છે એટલે જ વિસ્ફોટ થાય છે. ગીતામાં પણ કામ-કામનાથી ક્રોધ, ક્રોધમાંથી સંમોહ, સંમોહથી સ્મૃતિવિભ્રમ, સ્મૃતિવિભ્રમથી બુદ્ધિનાશ, બુદ્ધિનાશથી આત્મઘાત, આત્મઘાતથી અયુકતતા, અયુકતતાથી ભાવનાનો વિધ્વંસ, ભાવનાના વિધ્વંસથી સંપૂર્ણ અશાંતિ અને સંપૂર્ણ અશાંતિથી દુ:ખ આજ ક્રમ દર્શાવ્યો છે. જે એક ક્ષેત્રનો દુર્ગુણ છે, તે નિમિત્ત મળતાં બીજા ક્ષેત્રનો દુર્ગુણ બને એ સ્વાભાવિક છે. ક્રોધી માણસ વરૂ જેવો હિંસક અને રાક્ષસી બની જતો હોય છે. અંગ્રેજીમાં એને ‘Werewolf” કહેવાય છે. માણસમાંથી બહાર આવતો વધુ. આ વધુ બહાર આવવા ટાંપીને બેઠો જ હોય છે! લોહીમાં ઝેર પેદા કરનાર કોઈ કષાય હોય, તો તે ક્રોધ છે. ક્રોધ એ એક એવો મનોવિકાર છે. જે વિક્ષિપ્ત મનમાં વસે છે. ક્રોધ આપણા લોહીમાં ઝેર પેદા કરે છે. અમેરિકામાં એક ડોકટરે પરીક્ષણ કર્યું - પ્રયોગ કર્યો. એક ક્રોધી માણસના શરીરમાંથી થોડું લોહી લઈ નાના જંતુઓનો શરીરમાં નાના ઈન્જેકશનો દ્વારા આપ્યું. આ લોહી જંતુઓના શરીરમાં પ્રવેશતાં જ જંતુઓ મરી ગયા. ભારતમાં અધિકાંશ લોકો જમતી વખતે વિશેષ કોધ કરે છે અને ભોજનમાં ઝેર ભળી જાય છે. કોઈક ક્ષુલ્લક વાત પર કે કોઈ વાનગી ઓછી વત્તી બની, સરખી બની નહિં, એવા નિમિત્તે માણસ થાળી હડસેલી પગ પછાડી ઉભો થઈ જાય છે. માણસની ઉદ્ધતાઈની કોઈ સીમા નથી અન્ન બ્રહ્યોતિ. અન્ન બ્રહ્મ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy