________________
ગાંધીજી, ટાગોર, રાજાજી મોટી વય સુધી કાર્યશીલ હતા.
મહાન શિલ્પી માઈકલેન્જેલોએ ૮૯ વર્ષે પણ અદ્ભુત કલાકૃતિઓ સર્જી. ૮૧મે વર્ષે ગેટે એ ‘ફાઉસ્ટ' પૂરૂ કર્યું. લૉર્ડ ટેનીસને વિશ્વવિખ્યાત કાવ્ય ‘ક્રૉસીંગ ધ બાર’ ૮૩મે વર્ષ રચ્યું.
પંડિત સુખલાલજી, ડૉ રાધાકૃષ્ણન, આઈજૈનહોવર, ટ્રુમેન, ચર્ચીલ, એલીઆનૉર રૂઝવેલ્ટ, નોબેલપ્રાઈઝ વિજેતા સેĞમન હૅકસમૅન, કાર્લ સેન્ડબર્ગ. હેલન કેલર વગેરે અનેક નામો ગણાવી શકાય.
કષાય
૬૧
સૂત્રોમાં કહ્યું છે.
મન એવમ્ મનુષ્યાણાં કારણું બંધ મોક્ષયો. માણસના કર્મબંધ અને મોક્ષનું કારણ મન છે.
કવિ મિલ્ટન કહેતા, મન જ પોતા વડે સ્વર્ગ રચી શકે છે અને નરક પણ રચી શકે છે.
કર્મબંધના કારણોમાં જૈનશાસ્ત્ર અનુસાર પાંચ કારણો છે.
મિથ્યાદર્શન, કષાય, અવિરતિ, પ્રમાદ અને યોગ
ક્ષ + આય = કષાય કષ એટલે સંસાર.
આય એટલે વૃદ્ધિ અર્થાત્ જેથી સંસારની વૃદ્ધિ થાય તે કષાય. સંસાર એટલે સંસતિ ઈતિ સંસાર. જે સરતો રહે, તે સંસાર.
કષાયમાં ક્રોધ, માન, માયા, લોભ, રાગદ્વેષનો સમાવેશ કરવામાં આવે છે. નાની-નાની ઘણી હીનવૃત્તિઓનો આમાં સમાવેશ થઈ જાય છે.
રાગ-દ્વેષ પણ બધી વૃત્તિઓનો સમાવેશ થાય એ રીતે વપરાય છે. કષાયના સ્વરૂપને સમજવું પ્રથમ આવશ્યક બની રહે છે. પ્રથમ કષાય : ક્રોધ
Jain Education International
ક્રોધને શત્રુ પ્રથમો નરાણાં - એટલે માનવનો પ્રથમ શત્રુ ક્રોધ છે. દેહમાં રહીને દેહનો વિનાશ કરે છે. આ શત્રુ-મિત્ર બનીને શત્રુ કરતાં પણ વધુ ખરાબીઓ કરાવે છે. કાષ્ટ રહેલો અગ્નિ જેમ કાટને બાળે તેમ ક્રોધ પણ જીવનમાં વસીને જીવનનો નાશ અને ખેદાનમેદાન કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org