SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ છે) માનસિક કાર્યશીલતાને ઉત્તેજે છે. મોટાભાગના આંચળવાળા પ્રાણીઓમાં લોહીમાં યુરિક ઍસિડનો અભાવ હોય છે કારણ યુરિક ઍસિડ માટે યરિકેસ' આવશ્યક છે. વાંદરાઓ અને હોમોસેપીઅન્સમાં યુરિકેસ નહિવત્ હોય છે. યુરિક ઍસિડનો જથ્થો મગજને વધુ ક્રિયાશીલ રાખે છે. ' દર હજારે ત્રણ વ્યકિતઓ ગાઉટની બિમારીવાળી હોય છે. પ્રતિભા સંપન્ન વ્યકિતઓમાં આ આંક ૨૦૦ ગણો વધુ હોય છે. ઉત્તરીય યુદ્ધના ત્રણ મુખ્ય પાત્રો ચાર્લ્સ ૧૨મો, પીટર પહેલો અને ઓગસ્ટસ બીજો બધા ‘ગાઉટી' હતા! બોરિસ ગોડુનૉવ, કલાકારો માઈકલ એન્જલો, રૂબેન્સ, રામબ્રાંડટ, રેનોઈર, સાહિત્યકાર સ્ટેન્ડરાલ, મોંપાસા ઉપરાંત ડારવીન, ગેલેલિયો, ન્યુટન, લીબનીઝ અને મોન્ટેગ્ને બધા ગાઉટના દર્દી હતા. વાછામીરે તારવ્યું કે અબ્રાહમ લિંકન, એની અતિબુદ્ધિમત માતા અને ત્રણ ભાઈઓ બધા જ વારસાગત Gigantism - વિરાટવ, જેને Mafran's Syndrome કહેવાય છે, તેના ભોગ બનેલા. જેના લક્ષણો હોય છે. પાતળા-લાંબા હાથ અને પગ, ઊંચી દેહયષ્ટિ અને લાંબી ચપળ આંગળીઓ. આ સિન્ડ્રોમમાં એડ્રીનાલિન સહિત કેટેકોલમીન્સ લોહીમાં વધુ ઝરે છે. અત્યંત તાણયુકત (Stress)ની અવસ્થામાં કેટેકોલામીન્સ છૂટે છે જે માણસને શારીરિક અને માનસિક બોજો વહન કરવામાં મદદરૂપ થાય છે. વાછામીરે તારવ્યું કે લિંકન જેવું બાહ્ય વ્યકિતત્વ ધરાવનાર વ્યકિતઓને પણ આ સિન્ડ્રોમ હોઈ શકે. દા.ત. હાન્સ એન્ડરસેન જૈન અતિ લાંબા હાથ-પગ હતાં રશિયન લેખક કૉર્નો ચુકોસકી, ફાન્સના પ્રમુખ ચાલર્સ ડ’ ગોલ, સંશોધક નિકોલા ટેસ્લા, ભૌતિકશાસ્ત્રી અર્નસ્ટ એબે, વિલ્હેમ કૂચેલબેકર વગેરે. બૌદ્ધિક - Intellectual ક્ષમતા માટે એડ્રીનાલીન શકિતશાળી દ્રવ્ય છે. જાતિય ક્ષમતા, બૌદ્ધિક કાર્યશીલતા, મોટી વય સુધી બૌદ્ધિક સર્તકતા અને સૃજનતાના પાયામાં Male - hormons પુરુષના હોરમોન ઍન્ડ્રોજીન્સ ભાગ ભજવે છે. જાતિય ક્ષમતા પણ એક ઉર્જા જ છે. વીજળીનો પ્રવાહ છે. આમાં જુલિયસ સીઝર, પીટર ધ ગ્રેટ, કવિ લૉર્ડ બાયરન, પુષ્કીન, લેર મૉન્ટોવ, મસેર્ટ, બાલ્ઝાક, ગેટે, ટોલ્સટૉય ગણાવી શકાય. ઉર્જને જાતિય પ્રવૃત્તિને બદલે ઉર્ધ્વગામી કરી સર્જનશીલતામાં વિનિયોગ કરનારાઓમાં સંગીતકાર બિથોવન, ફિલસૂફ કૅન્ટ ગણાવી શકાય અને બ્રહ્મચર્ય પાલન પછી ટોલ્સટૉય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy