SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ કેટલાક સંશોધકોએ એવો તર્ક લડાવ્યો છે કે આ પ્રશ્નનું મૂળ મગજ અને સ્પાઈનલ કોર્ડ કરોડરજ્જુ છે. મેક ગીલ યુનિવર્સિટીના ડો. રોનાલ્ડ મેલઝેકે તારવ્યું કે સામાન્ય રીતે જ્ઞાનતંતુ પીડાના સંવેદનોનું તે વહન કરે જ છે. પરંતુ એ પીડા ઓછી કરવાના સંવેદનોનું પણ વહન કરે છે. હાથ કે પગ કપાઈ જતાં જ્ઞાનતંતુઓની પીડા ઓછી કરવા ક્ષમતા ખોરંભે ચડી જાય છે, દોષયુકત બની જાય છે અને આથી મગજ જે સંદેશાને પીડા તરીકે સંવેદે છે, એ તો વર્ષો સુધી ચાલુ જ રહે છે! આ હેરતભરી ઘટનાના મૂળમાં છે. માનવી જેવો છે, તેવો પોતાની જાતને સ્વીકારી શકતો નથી. અત્યંતર તપમાં પશ્ચાતાપને મહત્વ અપાયું છે. આ તપની પૂર્વશરત છે. દોષ ઓળખી, દોષ ટાળવા. પ્રાયશ્ચિત કરવું અને ફરી ન થાય તેનો સંકલ્પ કરવો. માનવી પોતાના દોષ, નબળાઈ, અપૂર્ણતા જો સ્વીકારવા-ઓળખવા જ તૈયાર ન હોય, તો કાલ્પનિક હાથ કે પગને વળગી જ રહેતો હોય તો બીજાના દોષો પ્રત્યે પણ સહિષ્ણુ રહી શકતો નથી. બીજાનાં ગુણો જોઈ પ્રમોદભાવ અનુભવી શકતો નથી. અન્યના ગુનાઓ પ્રત્યે પણ મધ્યસ્થ ભાવ કે ઉપેક્ષા સેવી શકતો નથી. પોતાની પરિસ્થિતિના અસ્વીકારથી મન પોતાની કલ્પનામાં પગ કે હાથ ખડા કરી દે છે, અને પીડા પણ ભોગવે છે. દેહમાં જે હિસ્સો નથી. તેમાં થતી પીડા મન ભોગવે છે. સમય જતાં કેટલાક કિસ્સાઓમાં ફેન્ટમ અવયવ નાનો અને નાનો થતો જાય છે અને કયારેક અદ્રશ્ય થઈ જતાં જાણે હવામાં લટકતો હોય, એવો ભાસ દર્દીને થાય છે. કયારેક હાથ કે પગનાં બુટ્ટા છેડા પર આવીને સ્થિર થઈ જાય છે! દેહ એ પણ પરિગ્રહ છે, બોજારૂપ છે. પગ નથી છતાં પગનો પરિગ્રહ-બોજો માનવીથી છુટતો નથી. ત્યાં સમગ્ર દેહની વાત જ શી? વાલ્ડામર એફેઈમ્સન રશિયાના Geneticist નૃવંશ શાસ્ત્રીએ ઘણો સમય જેલ અને લેબર કેમ્પમાં વીતાવ્યો. ૬૦ વર્ષ જેટલો સમય નૃવંશશાસ્ત્ર - જેનેટીકસ, ઈતિહાસ, પ્રતિભાવંત પુરુષોના જીવનચરિત્ર વગેરેના અભ્યાસમાં વિતાવ્યો એમણે તારવ્યું કે વિશ્વના સાંસ્કૃતિક વિકાસમાં ૪જી વ્યકિતઓનો ફાળો મહત્વનો છે અને મહાનુભાવો સામાન્યત: વારસાગત રોગોથી પીડાતા હોય છે. વર્ષો સુધી વિજ્ઞાનને Gout - ગાઉટ (એક પ્રકારનો સંધિવા) અને પ્રતિભા Genius વચ્ચેના સંબંધની કોઈ સમજ ન હતી. ૧૯૫૬માં બ્રિટીશ વિજ્ઞાની ઑરોવાને શોધી કાઢયું કે યુરિક એસીડ વધી જાય તો ગાઉટને નોતરે. કેફીન અને થીઓબ્રોમીન (જે ચા અને કોફીમાં હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy