SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ રીતે દર્દી પલંગ પરથી ઉતરવાનો પ્રયાસ પણ કરે છે! હાથ ન હોવા છતાં મુઠ્ઠી વાળવાની પણ કોશિષ કરે છે... આંગળા ન હોવા છતાં એને આંગળામાં ખંજવાળ આવે છે! આવા દર્દીઓને ફેન્ટમ અવયવમાં ઝણઝણાટી, મુંગીઓ ચડી હોય એવી લાગણી પીડા, કોઈક ટાંકણીઓ ભોંકી રહ્યું હોય એવી વેદના ઠંડક ગરમાવો વગેરે સંવેદનો થાય છે. કરોડરજ્જુમાં મીઠાંનું દ્રાવણનું ઈંજેકશન આપવાથી ઘણી વખત રાહત મળે છે. ૫ થી ૧૦ ટકા કેસોમાં સમય સાથે પીડા વધતી જાય છે અને વર્ષો સુધી ચાલુ રહે છે! સામાન્ય રીતે તો જે સ્થળે વાગ્યું હોય અને સરવાળે ઓપરેશન કરવું પડયું હોય, એ જગા પર પીડા ઉદ્ભવવાનો સંભવ હોય છે. આ પ્રકારની પીડા નાબુદ કરવા ડોકટરોએ ઘણા પ્રયત્નો કર્યા છે, પણ સફળતા મળી નથી! જે અવયવ અસ્તિત્વ ન ધરાવતું હોય, તેમાં પીડા થવી, એ અદ્ભૂત મનો-અદૈહિક ઘટના છે! એક દર્દીને કાપી નાખેલાં હાથના આંગળામાં સખત પીડા થતી, ડોકટરોએ છાતીથી મગજ સુધી સંદેશો પહોંચાડનાર જ્ઞાનતંતુઓને કાપી નાખ્યા... ખભાથી નાભિ સુધીના વિસ્તારમાં થતી પીડાનો કોઈ સંદેશો મગજ પર પહોંચતો ન હતો છતાં આંગળાની પીંડા કાયમ જ રહી! ડો. રોય ગ્રીન્કર અને ડો. ફેડ રોબિન્સે તારવ્યું કે માનસિક પરિબળો આ પીડા માટે જવાબદાર હોઈ શકે - મહદ્ અંશે! દર્દી પોતાને હાથ કે પગ નથી, એ હકીકત સ્વીકારવા દર્દી તૈયાર નથી હોતો, અને માત્ર કલ્પના દ્વારા એની હસ્તી અનુભવે છે ! એક દર્દીને લગ્ન પછી તુરત જ ગેંગ્રીન થયું અને એક પગ કાપી નાખવો પડયો. એના સુખી જીવનમાં આ એક ગંભીર ફટકા સમાન ઘટના હતી. પોતાને એક પગ નથી એ હકીકત એ સ્વીકારી જ ન શકયો. કાલ્પનિક પગમાં એને સખત પીડા થતી. સંખ્યાબંધ ઈંજેકશનો, કરોડરજ્જુનું ઓપરેશન વગેરે અનેક ઉપચારો છતાં પીડા તો નાબુદ નહિ થઈ. પણ ફેન્ટમ અવયવનું અસ્તિત્વ પણ રહ્યું જ! એના માનસિક આવિષ્કારે કપાયેલો પગ લાંબો કરી દીધો હતો, એ કપાયેલા પગને છોડવા તૈયાર જ ન હતો. સત્ય સ્વીકારી શકતો ન હતો. પીડાને ભૂલવા એણે નશાકારક પદાર્થો લેવા માંડયા... અને પત્નીની પૂરી સારવાર છતાં થોડા જ સમયમાં મૃત્યુ પામ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy