SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ આપઘાત કરનારાઓ પણ પોતે મરવાના જ છે, કે મરવું જ છે એવી દ્રઢ માન્યતા થકી જ મૃત્યુ પામે છે, પૂરો ઝેરનો ડોઝ ન લીધા છતાં કટોકટીની પળે વ્યવહારૂ કે બુદ્ધિપૂર્વક ઉકેલ શોધી નિરાકરણ કરવાને બદલે નિયતિ કે નસીબના ભરોસે બેસી રહેવાથી નિરાશાવાદી વલણ નીપજે છે અને સામનો કરવાની વૃત્તિ જ દબાઈ જાય છે! અજ્ઞાત ભય, કોઈપણ નિષ્ઠાવંત કામનો અભાવ, પુરુષાર્થ કરવાની ઉદાસીનતા, શ્રદ્ધા કે આસ્થાનો અભાવ, જિજીવિષાનું નિ:શેષ થઈ જવું વગેરે અનેક વૃત્તિઓનાં સંમિશ્રણથી લોકો મૃત્યુ નોતરે છે. એન્ડોકાઈને નિષ્ણાતો માને છે કે પ્રબળ જિજીવિષા અને મગજમાં જે રાસાયણિક સંતુલન છે, એ બન્ને વચ્ચે સીધો સંબંધ છે. જિજીવિષાનું મહત્ત્વનું પાસુ છે સર્જનાત્મકતા... સર્જનાત્મકતાને કારણે મગજમાંથી પ્રાણવાન આવેગો પેદા થાય છે, આવેગોની હિતકારી અસર સમગ્ર અંતરસ્ત્રાવી ગ્રંથિતંત્ર પર પડે છે. તેવી જ રીતે પ્રેમ, કરૂણા, શ્રદ્ધા, જિજીવિષા, “વીલ ટુ લીવ” જેવી વિધાયક ભાવનાઓ, શુભ લાગણીઓ, સમગ્ર રસાયણતંત્ર પર ચોકકસ અને નિર્ણયાત્મક પ્રભાવ પાડે છે. જયારે નકારાત્મક કે ખંડનાત્મક ભાવનાઓ અને ઉર્મિઓ વિપરિત અસર પાડે છે.. તમામ હિંસાનો ઉદ્ભવ મનમાં થાય છે. યુદ્ધ પ્રથમ મનમાં ખેલાય છે, પછી રણભૂમિ ઉપર. હિંસક વૃત્તિ-વિચારમાંથી હિંસક વાણી અને પછી હિંસક આચરણ ઉદ્ભવે છે, મનની વૃત્તિઓ - વિચારો પ્રત્યે સતત જાગૃતિ સેવવાનું ગ્રંથોમાં એટલે જ કહેવામાં આવ્યું છે. 245 24 24949 Phantom Limb Pathogenic - રોગને જન્મ આપતા ઉર્મિલ આવેગોના મૂળમાં માનસિક ચિંતા કે ભારણ-તાણ હોય છે અને ખૂબીની વાત એ છે કે આ ભારણ સૌન્દર્યની જેમ જોનારની આંખમાં વસે છે. સામે પક્ષે Psychogenic સંવેદનો પીડા કે વેદનાના નાટયાત્મક અને તાદશ ઉદાહરણો છે: હાથ કે પગ કાપી નાખવામાં આવ્યા પછી કાપી નાખેલા ભાગમાં પીડા અને સંવેદનોનો ઉદ્દભવ.... આવા કાપી નાખવામાં આવેલા અને અસ્તિત્વ નહિ ધરાવતા હાથ કે પગને Phantom Limb - ફેન્ટમ અવયવ - અદ્રશ્ય અવયવ કહેવાય છે. મોટાભાગના કિસ્સાઓમાં ઓપરેશન પછી તુરત જ ફેન્ટમ અવયવનો આભાસ થાય છે. પ્રારંભમાં ફેન્ટમ અવયવ પૂરી લંબાઈ-પહોળાઈનો અસલ હતો તેવો જ આભાસ થાય છે, એટલે સુધી કે કોઈ વસ્તુ લેવી હોય તો હાથ સાચેસાચ હોય, તેમ દર્દી હાથ લંબાવે છે - એ વસ્તુ લેવા! કે પગ સાજો જ હોય એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy