________________
૫૩
માનવી જયારે કોઈ ગુનો કરે છે, ભૂલ કરે છે કે બેજવાબદાર કે આવેશમય વૃર્તન કરે છે ત્યારે પોતાના દોષનો ટોપલો બીજા પર ઓઢાડી પોતાને નિર્દોષ સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. ‘સામાવાળાએ જ ઝઘડો શરૂ કર્યો હતો. એની જ ભૂલ હતી.’’ વાસ્તવમાં પોતે જ મિજાજ ગુમાવ્યો હોય અને દોષિત હોય. DISPLACEMENT - સ્થાનફેર
ઉપરીના ઠપકાનો કે ગુસ્સાનો ભોગ બનનાર ઉપરીને તો કંઈ કહી શકતો નથી. પણ ઘેર આવી એ બળાપો-ગુસ્સો પત્ની અને બાળકો પર કાઢે છે.
Repression - દબાણ
અણગમતા વિચારો, અણગમતું કામ, પીડાજનક પ્રવૃત્તિ વગેરેથી માણસ દૂર ભાગવાના પ્રયત્નરૂપે આ બધું અજ્ઞાત મનમાં ભંડારી દે છે અને તાત્પુરતો છૂટકારો મેળવી લે છે. દાંત કઢાવવા ડૉકટરનું એપોઈન્ટમેન્ટ લીધું હોય, પણ તે જ દિવસે એ વાત ભૂલી જાય છે. એ દિવસ વીતી ગયા પછી એને યાદ આવે છે. Reaction Formation પ્રતિક્રિયા.
માનવીને ઘણીવાર દુષ્ટ વિચારો, અકુદરતી વૃત્તિઓ અને હીન ઊર્મિઓ સતાવતી હોય છે, પીછો નથી છોડતી. માણસ દૂર હટાવવાની કોશિષ કરે છે, સમજવા છતાં એની પકડમાંથી છૂટી શકતો નથી. આ સંજોગોમાં માનવી એથી વિરોધાત્મક, વિપરિત વિચારોનું સેવન કરશે અને દુષ્ટ વૃત્તિઓમાંથી છૂટવાનો પ્રયાસ કરશે. કોઈ દિકરીને માતા પ્રત્યે ધિકકારની લાગણી હશે, પણ બતાવી હિં શકે, બતાવે તો ખરાબ પરિણામ આવે. માટે આવા અપ્રિય વિચારોને છાવરવા માતા સાથે પરાણે પ્રેમ કરવાનો પ્રયત્ન કરશે, પ્રેમનો દેખાવ કરશે. ધિકકાર કે ધૃણાને દબાવવાનો આ ઉપર છલ્લો અને અલ્પજીવી પ્રયાસ હોય છે.
Regression પાછા ફરવું :
ખૂબ જ બોજાયુકત ભારણ (Severe Stress) હેઠળ માણસ ઘણીવાર બાળકની જેમ વર્તે છે. બાલ્યાવસ્થામાં કોઈ જવાબદારી ચિંતા હોતી નથી. એટલે જયારે ભારણ અને તાણથી માણસ ભાંગી પડવાની અણી પર હોય છે ત્યારે બાલ્યાવસ્થાનું પુનરાવર્તન કરે છે. દા.ત. ચાંદામામા કે ચક્રમ જેવા માસિકો વાંચશે. બગીચામાં હિંચકા ખાશે. નાનાબાળકો સાથે ગોટીએ રમશે; લીપસાણી પર લપસશે. બાળકની જેમ ઝઘડો કરશે, રીસાશે, મારામારી પણ કરશે.
Day Dreaming - દિવાસ્વપન :
તરુણાવસ્થામાં બધા જ દિવાસ્વપન જુએ છે. પ્રિય પાત્રના સ્વપ્નામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org