________________
ખોવાયેલાં રહે છે. પોતાની મહત્વાકાંક્ષા મુજબ પોતાને નામાંકિત વ્યકિત સાથે સરખાવે છે, એટલું જ નહિં. Identify કરે છે, તે વ્યકિત સાથે એકરૂપ થઈ જાય છે. અરે વિમાન પણ ચલાવી નાખે છે. મનની સંરક્ષણ વ્યવસ્થાનો સેફટી વાલ્વ તરીકે ઉપયોગ થાય છે. અતૃપ્ત ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાને વહેણ મળી જાય છે. કેટલાંક સ્વપનવિહારને સાર્થક કરવા પુરુષાર્થ પણ કરે છે અને સફળતા પામે છે.
Compensation વળતર
સામાન્યપણે માનવી કુદરતે બક્ષેલી ખામીઓ, ન્યુનતાઓ વગેરેથી ઉપરવટ થવા માટે પરિશ્રમ કરે છે. માનવી જ એક એવું પ્રાણી છે. જે પોતાની અપર્યાપ્તતા inadequacyથી સભાન હોય છે. માનવીમાં જ સંજોગોથી ઉપર ઉઠવાની ક્ષમતા છે.
અંધ, બધિર, હાથ કે પગ વગરના, બેડોળ કે અન્ય શારીરિક ખોડખાંપણવાળા કે સારૂ શિક્ષણ ન પામી શકયા હોય, સારો ઉછેર ન મળ્યો હોય, એવા માણસો કમનસીબીમાંથી બહાર આવવા ભગીરથ પુરુષાર્થ કરે છે. જે સર્વસાધારણ. નોર્મલ માણસો નથી કરતા. આવા અથાગ પ્રયત્નો થકી માનવી ન્યૂનતાઓ તો વટાવી જ જાય છે. પણ આગવી સિદ્ધિ પણ હાંસલ કરે છે. | તોતડાતો ડેમોસ્થનીસ, ગ્રીકનો શ્રેષ્ઠ વકતા બને છે. પ્રખર ચિંતક વકતા ચીમનલાલ ચકુભાઈ શરૂમાં તોતડાતા હતા. પોલિયોના ભોગ બનેલા અપંગ માનવીઓ સારા તરવૈયા બને છે. જેના બેઉ હાથ નથી હોતાં, એવા યુવાનો પગથી પીંછી ધરી ચિત્રો દોરે છે અને સારા કલાકાર બને છે. અંધ માનવીઓ સારા સંગીતજ્ઞ કે કલાકાર કે લેખક કે તત્વચિંતક બને છે. બિથોવન બધિર હતા. પંડિત સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ હતા.
નબળા કે રોગિક માણસો સારા કુસ્તીબાજ બને છે. ગ્રીકનો ફિલસૂફ સોક્રેટીસ કદરૂપો હતો. જુલીઅસ સીઝર, નેપાલિયન અને સિકંદર ઠીંગણા હતા. ચાલી ચેપ્લીન ઠીંગણો હતો. ખોડખાંપણ વિષેની સજાગતા અને બળ આપે છે.
બધી જ સુવિધા અને સગવડોમાં ઓળોટનાર બહુધા સામાન્ય સ્તરે જ રહી જાય છે. કયારેક નિસ્તેજ, આરામપ્રિય અને નિર્માલ્ય પણ બની જાય છે.
દ્રાક્ષ ખાટી છે, અર્થાત્ જે પ્રાપ્ત નથી થતું તે ઉપયોગનું પણ નથી કે હાનિકારક છે. બીજી ચોપડીમાં આવતો શિયાળનો દાખલો મનની સંરક્ષણ વ્યવસ્થાનો આબાદ નમૂનો છે.
ફોઈડના સાથીદાર મનોવિજ્ઞાની આફ્રેડ એડલરે તારવ્યું છે. માનવીમાં સંકલ્પ શકિતનો અખૂટ ભંડાર છે દરેક માણસ પોતાની ન્યૂનતાઓ, કમીઓ, મૂળભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org