________________
પર
લગભગ પૂરી જ્ઞાતિને આ સમાચાર ફરી વળ્યા હતા! થોડાકજ સમય બાદ એક્રોફોબિયા - ઊંચાઈનો ડર પેસી ગયો. છઠ્ઠા માળે આવેલી એની ઓફિસની બારીની બહાર ઝાંકતાં જ ભયથી થથરી ઉઠતો. મનોચિકિત્સામાં કારણ સ્પષ્ટ થયું. ઊંચા હોદ્દાનો ઊંચો-પ્રતિષ્ઠિત માણસ, - બદનામીથી જ નાનો થઈ ગયો, માથું ઊંચુ કરી ઊંચાઈએ મહાલવાનો કોઈ અધિકાર જ નથી રહ્યો એવી અજ્ઞાતમનની લાગણીએ ફોબિઆને જન્મ આપ્યો અને ઊંચાઈનો ડર પેદા થયો.
૨૭ વર્ષની નેન્સી, પડોશીને મનોમન ચાહતી હતી, પડોશીની પત્ની કેન્સરથી પીડાતી હતી. નેન્સીને તો આશા જ હતી કે કેન્સરથી એ સ્ત્રી મરી જ જવાની. એ સ્ત્રી મૃત્યુ પામી અને નેન્સીએ પડોશી સાથે લગ્ન કર્યા. થોડાંક જ મહિના બાદ નેન્સી Cardiophobiaનો ભોગ થઈ પડી. પોતાનું હ્રદય અચાનક બંધ પડી પોતે મરી જશે એવો ભય. કારણ સ્પષ્ટ હતું. પોતે પ્રેમીની પત્નીનું મૃત્યુ મનોમન ઈચ્છતી હતી અને તેથી જ એ મૃત્યુ પામી, એ ગુનાહિત ગ્રંથિએ ફોબિયાને નિમંત્રો.
આવાં અનેક ફોબિઆઓ છે. ખુલ્લી જગાનો ડર, દુ:ખ કે પીડાનો ડર, વીજળી-વંટોળીઆનો ડર, બંધ જગાનો ડર, ટોળાનો-સમૂહનો ડર, રોગ થવાનો ડર, અંધારાનો ડર, પ્રાણીનો ડર, આગ કે અગ્નિનો ડર, નારીનો ડર, લગ્નનો ડર ટી.બી.નો ડર, બિલાડીનો ડર, ડરનો ડર વગેરે.
દરેક ફોબિઆ પાછળ વિશિષ્ટ કારણ હોય છે. ફોબિઆ એટલે આંતરિક સંઘર્ષમાંથી ભાગી છૂટવાની યંત્રણા.
EGO DEFENCE MECHANISM સ્વ-સંરક્ષણ વ્યવસ્થા. માનવીને જીવનમાં ડગલેને પગલે સાંપડતી નિરાશા, હતાશા, પીડા, હાર વગેરે થકી માણસ પોતાનું સંતુલન ખોઈ ન બેસે, પોતાનું ગૌરવ સચવાઈ રહે, પોતાની નજરમાં નીચો ન પડે તે માટે અહં-સંરક્ષણ યંત્રણા કુદરતે બક્ષેલી છે. દા.ત. Rationalization . વ્યાજબીકરણ.
એક વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય તો એવો બચાવ કરશે કે પ્રશ્નપત્ર ખૂબ અઘરો હતો અથવા ન શીખવાડેલા દાખલા પૂછયા હતા અથવા ચાલીસમાંથી પચ્ચીસ છોકરાઓ ગણિતમાં નાપાસ થયા છે. આવો બચાવ કરી આશ્વાસન મેળવવાનો પ્રયયત્ન કરશે. પોતે અઘરા દાખલાઓને સમજવાની નિષ્ઠા નથી રાખી કે પૂરતી મહેનત કરી નથી, એ વિદ્યાર્થી કબૂલશે નહિં કારણ એનો અહં ઘવાય છે. આવી તરકીબોને માનવી બધી કક્ષાએ છૂટથી ઉપયોગ કરે છે. અરે હું સ્ટેશને પહોંચ્યો ત્યારે જ ગાડી છૂટી ગઈ જેવી વાત.
2. Projection
[98512.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org