SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ લોકોને અને અતિ ભારણ હેઠળ જીવતા લોકોનો અલ્સર-ચાંદાની બિમારી થાય છે અથવા થવાનો પૂરો સંભવ હોય છે. આ લોકો Ulcer-Personality હોય છે. સ્ત્રી વર્ગ પણ એમાંથી મુકત નથી હોતો. આવા મનોદૈહિક રોગોમાં મૂળ કારણ શોધ્યા વિના કોઈ ચિકિત્સા સફળ નીવડતી નથી. ડૉ. ફલેન્ડર્સ ડનબારે અલ્સર વ્યકિતત્વ વિષે વિશદ્ સંશોધન અને સમજણ આપી છે. લગ્નના કેટલાંક વર્ષ બાદ જયારે પતિ પત્ની તરફ પૂરતું ધ્યાન નથી આપતો ત્યારે પત્નીને પીઠનો દુ:ખાવો અથવા શરીરના કોઈપણ ભાગમાં જેને Blind spot કહેવાય છે તેમાં દુ:ખાવો ઉપડે છે અને ચાલુ જ રહે છે. એક સુખી સ્ત્રીએ એક સમારંભમાં બીજી સ્ત્રીની પર્સ ચોરી. પાંચસોએક રૂપિયા હતા. ચોરી કોરી ખાતી હતી. એ સ્ત્રીને માથાનો દુ:ખાવો શરૂ થયો. માઈગ્રેન મનોચિકિત્સા પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખ્યા. છેલ્લે ચોરેલા રૂપિયા જેટલી રકમ મનીઓર્ડરથી પેલી સ્ત્રીને મોકલાવી ત્યારે છૂટકારો થયો. તર્કહીન થયા મ નોવિજ્ઞાને તર્કહીન ભય, Morbid Fear જેને Probia એવું નામ આવ્યું છે, એવા ૮૦ થી ૧0 પ્રકારના ભયનો ચિતાર આવ્યો છે. ફોબિયા એવો આંતરસંઘર્ષમાંથી છૂટવાની યંત્રણા. દા.ત. MISOPHOBIA - ધૂળનો રજનો ભય. સવાર-સાંજ બપોર ઝાડુથી ફટકાથી સાફસૂફી કરનાર જરા જેટલી ધૂળ પણ સહી ન શકનાર વ્યકિત આવા ભયથી પીડાતી હોય છે. કોઈ અનૈતિકતાનો ચેપ તો નહિં લાગે એવા ભયથી સાફસૂફી થતી રહે છે. વારંવાર હાથ ધોનાર કોઈક ગુનાહિત ગ્રંથિથી પીડાતો હોય છે. કશુંક અસ્વચ્છ અનૈતિક બની ગયું હોય છે, જેને સતત ધોયા જ કરે છે. શેકસપીયરના મેકબૅથમામાં સંવાદ આવે છે. અરેબિયાનું તમામ અત્તર (તારા લોહીથી ખરડાયેલા) હાથને સુગંધિત નહિં કરી શકે. Acrophobia Gizil ovou a s? Fear of Heights એક ઉચ્ચ હોદો ધરાવનાર સજજનની અપરિણિત દીકરી ગર્ભવતી થઈ. સજજને ગર્ભપાત કરાવડાવ્યો. છએક મહિના પછી સજજનને ખબર પડી કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy