SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ -૪૧ સ્વસ્થ માનસિક અભિગમ — Attitude વગર આનંદ સંભવતો નથી. સ્વસ્થ માનસ જ સ્વસ્થતા, નિરોગીપણું ટકાવી રાખે છે. રોગને દૂર રાખે છે. મનોગત વૃત્તિઓ બહારનો ઠાઠ, વૈભવ અને વિલાસિતા માનવીને આંતરિક દારિદ્રય તરફ ઘસડી જાય છે. જગતમાં જે સમ્રાટ દેખાય છે, તે ગુલામોનો પણ ગુલામ છે. વૈભવીની અકિંચનતા જેમ દેખાતી નથી, તેમ અકિંચનનો વૈભવ પણ દ્રશ્યમાન નથી હોતો. જીવનને જે જકડી રાખે છે, તેના હાથમાંથી જીવન છૂટી જાય છે. જે છોડી દે છે, તે પામી જાય છે. જીવન એક પારા જેવું છે. ખુલ્લી હથેળીમાં પારો રાખો તો રહેશે. મુઠ્ઠીબંધ કરી પારાને બંધ રાખવાની કોશિષ કરશો તો આંગળીઓમાંથી પારો સરી પડશે. વિરોધાભાસ લાગે છે? કુદરતની તમામ પ્રક્રિયાઓમાં PARADOXICAL HARMONY - વિરોધાભાસી સંવાદિતા દેખાશે. રહસ્યમય નિયમબદ્ધતા દેખાશે. સૂરજ ન હોત, તો વર્ષા ન હોત. મૃત્યુ ન હોત તો જીવનનું મૂલ્ય ન હોત. એનો મર્મ જે પામી શકે તે મર્મજ્ઞ! બધું હોવા છતાં કશું જ ન હોય, કશું જ ન હોવા છતાં બધું જ હોય, એ ચમત્કાર માનવજીવનમાં જ શકય છે. હેલન કેલર અંધ, મૂક અને બધિર હતાં. એમણે અદ્ભુત વાત કહી છે. પાંચ ઈન્દ્રિયોથી અનુભવાતા આનંદોને માણતા લોકો મારી દયા ખાય છે. મારા અંતરના સુવર્ણમંદિરમાં નિરંતર વસતી હું કેવા આનંદ માણું છું. એની એમને કલ્પના પણ નથી. અંદરના અંધકાર વચ્ચે હું એક જાદુઈ દીપશિખા લઈને રમું છું. જયાં બુલબુલો ગાય છે અને ભગવાનની હાજરીમાં મૃત્યુ પણ જીવન બની રહે છે. નાના નાના અભાવ, ક્ષુલ્લક ઠોકરો, નિષ્ફળતાઓથી વ્યગ્ર વ્યથિત થતાં લોકોએ આ સૂત્ર મોટા અક્ષરે લખી ફેમમાં મઢાવી ઘરમાં ટાંગવું જોઈએ. અણગમતા સંયોગો, વિપરિત પરિસ્થિતિ, પીડાકારક ઘટનાઓ જીવનના અંશરૂપ છે. માનવી જયારે એને સમભાવે વેઠી શકતો નથી, નિવારણ કરવાનો પ્રયત્ન કરતો નથી અને સહી પણ શકતો નથી ત્યારે એમાંથી છૂટકારો મેળવવા ભાગી છૂટે છે. પોતાથી જ ભાગી છૂટે છે. ભાગીને દારૂના પીઠામાં જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy