________________
અને ઝલાઈ ગયાં હતાં. ગંઠાયેલા હાથે પિયાનો પર મુશ્કેલીથી આંગળી પડતી અને સંગીત વહેતું. અને ધીરે ધીરે સૂર પછી સૂર અને બેઉ હાથ પૂરા ખુલ્લા થઈ જતાં અને સંગીત વહેતું રહેતું. ડૉ. પાબ્લો પિઓન પર મોઝાર્ટ, કલેરીનેટ બાકની Wobttemperierte Klavier કે કવીન્ટેટ સીમ્ફનીઓ વગાડતા. હાથ-પગ બેઉ નોર્મલ થઈ જતાં. રોજ કલાકેક આ કાર્યકમ કોન્સર્ટ ચાલતો અને પછી તદ્દન સાજા-નરવા માનવીની જેમ પોતાની મેળે જ ટટ્ટાર થઈ પોતાના રૂમમાં જતા. આખો દિવસ સાજા-નરવા, જાણે કોઈ દર્દજ નથી થયો એમ વીતાવતા. બીજે દિવસે પાછી એ જ હાલત. પત્નીના હાથ પર ઢળતા-લથડાતા-ધસડાતા પીઆનો સુધી પહોંચતા. આ રોજનો ચમત્કાર હતો!
આવો જ કિસ્સો વિખ્યાત તબલા નવાઝ અહમદ થિરકવાનો છે. પાછલી ઉમરે હાથ-પગ બેઉ વળી ગયેલાં. બેઉ હાથ વળીને છાતી પર અને બેઉ પગ ગોઠણથી વળેલા છાતી પર. છતાં સંગીતના કાર્યક્રમોમાં ભાગ લેતાં. એમને નાના બાળકની જેમ ઊંચકીને સ્ટેજ પર લઈ જવાતાં. અત્યંત મુશ્કેલીથી તબલા સુધી હાથ પહોંચતાં. તબલા પર એક થાપ. એક સૂર અને પછી તો દરેક સૂર સાથે હાથ ખુલ્લા થતા જતા. આંગળીઓ સીધી થઈ જતી અને તબલાવાદનનો પૂરો કાર્યક્રમ એક તરવરતા યુવાનની જેમ આપતા. શ્રોતાઓ આફરીન પોકારી ઉઠતા.
બન્ને ઘટનાઓ ચમત્કારિક અને કલ્પનાતીત છે. ડૉ. આલ્બર્ટ સ્વાઈન્જર પોતે સાંજે થાકીપાકી ઘેર આવી જુના ખખડધજ પિયાનો પર બાકની સ્મિફની તેમજ એની પ્રિય રચનાઓ Toceta અને Fugue D Minor વગાડતા, મોઝાર્ટની રચનાઓ અને કયારેક બિથોવન. બાક Bach એમને ખૂબ Romantic ભાસતો. નિષ્ઠાભર્યું કામ, વિનોદવૃત્તિ અને સંગીત એમના જીવનના મહત્ત્વના પરિબળો હતાં. સંગીત એજ એમની ઔષધી હતી. મોઝાર્ટની કેટલીક રચનાઓ ભારતીય સંગીતને ઘણી મળતી આવે છે. ભારત સરકારે હમણાં મોઝાર્ટની ટપાલ ટીકીટ પણ કાઢી. સંગીતની ઉપકારક અને પ્રભાવક અસરના ઘણા દાખલાઓ આપી શકાય. સંગીતથી ગાય વધારે દૂધ આપે છે. સંગીતથી છોડ સારી રીતે ઉછરી ખીલે છે. પૂર્વ રાગ દ્વારા તાવ મટાડવાના પ્રયોગો પંડિત ઓમકારનાથે કરેલા એમાં સફળતા પણ મળી, પરંતુ એમાં આગળ વધ્યા નહિ.
અમારા ગામ રાયણમાં શ્રી કુંવરજી ભગત જન્મજાત સંગીતકાર હતા. નસેનસમાં સંગીત. અનેક યુવાનો સંગીતની દીક્ષા પામ્યા. ગામમાં કોઈને તાવ આવે તો ડોકટરને ન બોલાવે (તે સમયે ડોકટર એટલે કમ્પાઉન્ડરમાંથી થયેલા ડોકટર) પણ શ્રી કુંવરજી ભગતને બોલાવે. દીલરૂબા વાગડી તાવને ભગાડી દેતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org