SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ મનોવિજ્ઞાની ડોનાલ્ડ લાએકે પરીક્ષણો પછી તારવ્યું છે કે હાસલાફટરથી હદયને મસાજ થાય છે. ધડકનોની ગતિ અને ધડકનોનું જોશ-જોમ વધી જાય છે અને હૃદય મજબૂત થાય છે. એટલે જ Hearty Laughter ખડખડાટ હાસ્યહાટ લાફટર એવો શબ્દપ્રબંધ પ્રચલિત થયો છે. મનોવિજ્ઞાની ફાય - FRY એ તારવ્યું છે કે 'Entire Process of Respriation is benevolently engaged by laughter. ‘સંપૂર્ણ શ્વસનતંત્ર હાસ્યમાં ઉપકારક અને શુભ રીતે સંકળાય છે, હાસ્યથી પ્રભાવિત થાય છે. ENDOPHINES: વૈજ્ઞાનિક સંશોધન અને પ્રયોગોથી પૂરવાર થયું છે કે મગજમાં રહેલ ઍન્ડોફીન્સ દ્રવ્ય મોરફીઆ સાથે બંધારણ અને અસરકારકામાં ઘણું સામ્ય ધરાવે છે. એ દ્રવ્ય શરીરનું પોતાનું એનેસ્થેસી છે અને રીલેક્ષ-તાણમુકત કરનારું છે. માનવીની પીડા ઓછી કરવામાં કે પીડા સહન કરવામાં મદદરૂપ થાય છે. વિધાયક ઉર્મિઓથી કે અન્ય પ્રક્રિયાથી, એન્ડોફીન્સ કેવી રીતે કાર્યાન્વિત થઈ, છૂટી અને લોહીના પ્રવાહમાં ભળે છે તે ચોકકસપણે જાણી શકાયું નથી. પણ રીસર્ચ દ્વારા જાણી શકાયું છે કે જે લોકો સંકલ્પબળ અને શ્રદ્ધાથી માંદગી પર હાવી થઈ જાય છે, નિવારવા જ ચાહે છે, તેમની પીડા સહન કરવાની શકિતમાં અનેકગણો વધારો થઈ જાય છે. જ્યારે માંદગીમાં અકારણ ઢીલા થનાર, ભય સેવનાર લોકોમાં આ શકય નથી હોતું. અને પ્રફુલ્લિત મન, હાસ્યવૃત્તિ, આનંદિતા એન્ડોફીન્સને ઉત્તેજિત કરી કાર્યાન્વિત કરે છે, જે પીડાનું કારણ બની શકે છે. ટોકિયોના ડોકટર ટાઈને સંશોધન-પ્રયોગો દ્વારા સાબિત કરી નિષ્કર્ષ તારવ્યો છે કે હાસ્યવૃત્તિ, આનંદની અવસ્થા, ટી.બી.ના રોગની ચિકિત્સા માટે ખૂબ ઉપયોગી થઈ પડે છે. પ્રબળ જિજીવિષાના મુખ્ય પરિબળો છે. Creativity સર્જનાત્મકતા અને સંગીત. | ડૉ. આલ્બર્ટ સ્વાઈન્જરે એમના ૯૦ વર્ષના મિત્ર ડૉ. પાબ્લો કેસલ્સની વાત 'Daily Miracle' રોજિંદો ચમત્કાર શિર્ષક હેઠળ આલેખી છે. રોજ સવારના 60 વર્ષના જૈફ ડૉ. પાબ્લોને એના પત્ની બેડરૂમમાંથી હોલમાં લઈ આવતા. પત્નીનો હાથ પકડી ઢસડાતાં-ધસડાતાં માંડમાંડ પિઓનો સુધી પહોંચતા અને સ્કૂલ પર બેસતા. ડૉ. પાબ્લો સંધિવાથી પીડાતાં. હાથ-પગ અકડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy