________________
૩૪
હોય છે.
અમેરિકાના એક કુષ્ટરોગીની આત્મકથાનું રૂપાંતર કાકા કાલેલકર અને કિશોરલાલ મશરૂવાળાએ વર્ષો પહેલાં કર્યું છે. માનવીય ખંડિયેરો'. નેડ નામનો કુષ્ટરોગી વીસ વર્ષ કુષ્ટરોગીઓના ટાપુ પર ગાળી વતન પાછો ફરે છે. ટ્રેન જયારે એના ગામ પાસેથી પસાર થાય છે ત્યારે એનું હૈયું હાથ નથી રહેતું અને ત્યારે આનંદ અને વિષાદના અતિરેકમાં એનું હૃદય બંધ પડી જાય છે. આનંદ એટલા માટે કે વીસ વર્ષે એને પોતાના ગામના દર્શન થાય છે. વિષાદ એટલા માટે કે કુષ્ટરોગી હોવાથી ગામમાં પાછો જઈ શકે એમ નથી. ઉપરાંત ઘરના માણસો એને મૃત્યુ પામેલો જ માને છે. અત્યંત હર્ષ કે શોક બેઉ ખતરનાક છે. લોટરી લાગે ને હૃદય બંધ થઈ જાય, એવા કિસ્સા પણ બનતા હોય છે.
જીવનના તમામ આયામોમાં, પરિમાણોમાં જીવવાની રીતિ એટલે સ્વયંપ્રકાશિત આનંદ.
જીવન ક્ષણિક હશે, પણ એની હર ક્ષણ અમૃતભરી છે અને અનંતતાની સાથે સંકળાયેલી છે અને તેથી એ પણ અનંત છે. એટલા માટે જે ક્ષણમાં સાચું જીવન જીવે છે, તે અનંતમાં પણ સાચું જીવન જીવે છે.
આ પૃથ્વી પર આ સ્વરૂપમાં ફરી આવવાનું નથી અને જે મળે છે તે રીતે ફરી મળવાનું નથી. એક ક્ષણની પણ રેડિયમના અણુની માફક બહુમૂલ્ય ગણીને જે હેતુપૂર્વક આયોજન કરે છે, ક્ષણનો પૂરો ઉપયોગ કરે છે. રડીને વેડફતો નથી, તે સાર્થક અને રસભર્યું જીવન જીવી શકે છે.
માત્ર હોવાપણાનો અસ્તિત્વનો આનંદ એ પરમ આનંદ છે.
આપણા માટે બીજું જીવન પણ છે, હોવું જ જોઈએ, માટે આ જીવન ભારે કિંમતી છે.
આત્માનો આગળ જવાનો પ્રવાસ, તેનું નામ જીવન. આ પ્રવાસમાં જો ભકિત ભળે તો યાત્રા થઈ જાય. આનંદની સાધના એજ સ્વાસ્થની સાધના-મુકિતની સાધના.
આનંદ વિના કોઈ ઉપાસના-તપ થઈ શકતાં નથી. પ્રભુ સ્મરણમાં જો આનંદ ન આવ્યો, તો શેમાં આવશે? સાધકનું તપ એ એકાંત સ્વાર્થજીવન નથી. એવો પુરુષ પણ દુનિયાને ઊંચે ચઢાવી શકે છે. સમસ્ત વિશ્વને પ્રભાવિત કરી શકે છે.
સર્વજ્ઞશાસન ટકી રહ્યું છે. ગીતા લોકજીભે છે. સંતવાણી ઘેર ઘેર ગવાય છે. યુગોના યુગો વીતી ગયાં. આ Impact - પ્રભાવ નાનોસૂનો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org