SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ થોડુંક લોહી નીકળ્યું. આંગળીમાંથી નીકળતું લોહી બતાવી ડોકટરે બીજો સવાલ પૂછયો: ‘આ લોહી શું સાબિત કરે છે?’ 33 સ્ત્રીએ ખૂબ મીઠાશથી જવાબ વાળ્યો: ‘આ લોહી સાબિત કરે છે કે મૃત માનવીના શરીરમાંથી પણ લોહી નીકળે છે! That dead people do bleed! ડોકટરના હાથ પણ હેઠાં પડયાં. કન્વર્ઝન રીએકશન એક એવી વિચિત્ર પ્રક્રિયા છે કે તાત્પૂરતા સમસ્યામાંથી છૂટી જવાય છે. એ છે તાત્પૂરતી સમસ્યાને સિફતપૂર્વક ટાળવની પ્રક્રિયા, શારીરિક લક્ષણોથી એનું ભારણ હળવું થાય છે. ભીતરની ભયમિશ્રિત ચિંતા ઘણા સ્વરૂપે દેખા દે છે. ગરદનનું જકડાઈ જવું, ગળામાં કાલ્પનિક અવરોધ- Writers Cramp નિષ્ફળ કે અસ્વીકૃત લેખકના હાથે મુંગી આવવી, કંપવા, લકવો, સ્નાયુઓના હલનચલનમાં અવરોધ, ચાલવામાં કે સ્થિર ઉભા રહેવામાં મુશ્કેલી વગેરે અનેક લક્ષણો ભયમાંથી જન્મે છે. દા.ત. ટોન્સીલથી ગભરાતા બાળકને વાચામાં, બોલવામાં તકલીફ શરૂ થઈ જાય છે. To be or not To be હેમ્લેટની દ્વિધા જેવી વૃત્તિ, આ કરવું કે ન કરવું એમાં અટવાતા લોકોને લકવો થઈ શકે. પગ પણ ખોટા થઈ જાય. કોઈ પણ દિશામાં પગ ન ઉપડી શકવાથી, એવો નિર્ણય ન લઈ શકવાથી, આવી અનિર્ણાયક સ્થિતિમાં પગ જકડાઈ શકે. ‘‘હૈયું બેસી ગયું.’ ‘પેટમાં ફાળ પડી કે ધ્રાસકો પડયો’ ‘છાતી ભારે થઈ ગઈ” વગેરે માત્ર રૂઢિપ્રયોગો કે ઉદ્ગાર માત્ર નથી પરંતુ શારીરિક સ્તરે પણ એટલા જ યથાર્થ છે. દુ:ખમાં છાતી ભારે થાય છે. કોઈ ભયાવહ ઘટનાથી પેટમાં ફાળ પડે છે ત્યારે પેટના અવયવો શરીરને સજ્જ કરવામાં યુદ્ધને ધોરણે કામે લાગી જાય છે. આઘાતજનક બનાવો કે ખૂબ આનંદપ્રેરક બનાવો હૈયું જીરવી શકતું નથી. કયારેક હૈયું ખરેખર બેસી જાય... હ્રદય બંધ પડી જાય છે. એક માણસ પોતાનાં બંગલાના આંગણામાં બગીચામાં ચા પીતો બેઠો હતો. રસ્તા પર જતી એક મોટરના ડ્રાઈવરે મોટર પર કાબુ ગુમાવ્યો અને મોટર દરવાજો તોડી આંગણામાં ધસી આવી અને એક ઝાડ સાથે અથડાઈ પેલો માણસ તો મોટર અકસ્માતથી બચી ગયો, પણ તેનું તતક્ષણ ત્યાં જ હૃદય બંધ પડવાથી મૃત્યુ થયું! મોટરને કમ્પાઉન્ડમાં ધસી આવતી જોઈ એને એવો ધ્રાસકો પડયો કે સાક્ષાત મોત સામેથી ધસી આવી રહ્યું છે અને એનું હ્રદય બંધ પડી ગયું. આપણામાં કહેવત છે કે ‘સર્પ નહિ, દપ મારે છે.’' સાપ કરતાં એનો ડર વધારે ખતરનાક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy