SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યો. મનોચિકિત્સામાં એને પાયલટ થવાની આકાંક્ષા છોડી દેવાની તેમજ ટુઅર્ડ તરીકેની નોકરી પણ છોડી દેવાની સલાહ આપવામાં આવી અને એણે નોકરી છોડી દેવાનો નિર્ણય કર્યો... બસ ત્યારથી ફોલ્લાઓ ઓછા થતાં ગયાં અને જોતજોતામાં તો નાબુદ પણ થઈ ગયાં...! આ કિસ્સામાં પોતાની મર્યાદાની સમજણ વિનાની સ્વીકાર વિનાની તૃષ્ણા, લોભ અથવા તો મહત્ત્વાકાંક્ષાએ રોગ પાછળ ભાગ ભજવ્યો. એંસી ટકા ચામડીના દર્દી મનોદૈહિક હોય છે. એક દંપતીને ત્રણ દીકરીઓ. ચોથી દીકરી વણનોતરી આવી પડી, અનેક અવરોધરૂપ પ્રયત્નો છતાં, માતાને તો દીકરી પ્રત્યે પૂરો અભાવ. નાની બાળકીની સતત હૂંફ, પ્રેમ અને માતા સાથેના શારીરિક સંસર્ગની ઈચ્છા વણસંતોષી રહી ગઈ અને પરિણામે નાની ઉંમરથીજ એક પ્રકારનો ચામડીનો રોગ Neodermatitis થયો જે બાર વર્ષની થઈ ત્યાં સુધી મટયો જ નહિ. માતાનું વલણ બદલાયું ત્યારે એ રોગ નાબુદ થયો. એક માતાએ ન જોઈતા ગર્ભમાંના બાળકને કાઢવાની કોશિષ કરી-નિષ્ફળ રહી. ગર્ભમાંના બાળકને પણ સમજણ પડે છે કે મને હાંકી કાઢવાના પ્રયત્નો થાય છે. એ બાળક જન્મભર અજ્ઞાત રીતે આ અજંપાથી પીડાય છે. I was not wanted'ની ગ્રંથિ બંધાઈ જ જાય છે. એ બાળક કયારેય પોતાની માતાનો સ્વીકાર કરી શકતું નથી અને રોગનો ભોગ પણ બને છે. માનવસહજ પ્રેમ અને કરૂણાનો અભાવ ભયંકર પરિણામો નીપજાવી શકે છે. માનવી પોતાની એષણાઓ પર કાબૂ મેળવી નથી શકતો, ત્યારે અનેક વિટંબણાઓ સર્જાય છે. એક આધેડ વયની એકલવાયી સ્ત્રી. કુટુંબમાં કોઈ નહિ. કોઈ પ્રવૃત્તિમાં રસ નહિ, પોતાનો કોઈને ઉપયોગ નથી, પોતે મૃત:પ્રાય છે એવી માન્યતા એનામાં ઘર કરી ગયેલી અને ધીરે ધીરે એવા સમય આવ્યો કે એ સમજી જ બેઠી કે પોતે મૃત્યુ પામેલી છે. એને ખાતરી જ થઈ ચૂકેલી કે પોતે મૃત છે. મનોચિકિત્સામાં ડોકટરે ઘણી તાર્કિક દલીલો કરી એને સમજાવવાની કોશિષ કરી પરંતુ એકલવાયાપણાની છૂપી લાગણી થકી થતા કન્વર્ઝન રીએકશન’ પરિવર્તિત પ્રતિકિયામાં દદીન કોઈ તર્ક ઉપયોગી નથી નીવડતું..મહિનાઓની ચિકિત્સાને અંતે છેલ્લો દાવ ફેંકતા ડોકટરે એને પૂછયું : Do dead people Bleed? શું મૃત્યુ પામેલા માનવીના શરીરમાંથી લોહી નીકળે? નહિં જ’ સ્ત્રીએ જવાબ આપ્યો. ડોકટરે એ સ્ત્રીની આંગળીમાં સોય ટોંચી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy