SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ઈચ્છા પરાણે દાબી દીધી... એનાં એક હાથમાં છરી તો હતી જ, છરી પરની પકડ મજબુત થઈ... અને એક ક્ષણ માટે એ વાપરવાની ઈચ્છા પણ ઝબકી ઉઠી... પણ હાથ ઝલાઈ ગયો... એ કશું કરી ન શકયો... અરે પોતાની પત્નીની પાછળ એને મનાવવા બેડરૂમમાં પણ ન જઈ શક્યો... બધું અંદર ઉતારી દીધું. ...તે જ રાત્રે એ દીકરાને લકવાનો હુમલો થયો... અને જમણો હાથ... પૂરું જમણું અંગ લકવાથી જકડાઈ ગયું...! કારણ સ્પષ્ટ હતું... અણીને ટાંકણે હાથ ન ઉઠયો... ઝલાઈ ગયો... બસ, ઝલાઈ જ ગયો...! આવા જ એક અન્ય કિસ્સામાં એક દીકરાએ ગુસ્સામાં પિતા પર હાથ ઉપાડયો... અને એને લકવાનો હુમલો થયો...! આની પાછળ પસ્તાવાએ ભાગ ભજવ્યો. પ્રથમ કિસ્સામાં વડીલનો અહમ, ચુસ્ત શિસ્ત-પ્રિયતા, Perfectionist attitude વગેરેએ ભાગ ભજવ્યો. દીકરાના સ્વમાનને ધા થયો. ક્રોધે એને હિંસાના ઉંબરે ઉભો રાખી દીધો. વહુને ખોટું લાગી ગયું. સમભાવપૂર્વક ટકોરને ન ઝીલી શકી, ન હસીને ભૂલાવી શકી. અહમ અને અપેક્ષામાંથી જે અનેકગણી વિટંબણાઓ નીપજે છે, તેનું આ જવલંત ઉદાહરણ ચે. ઈજિપ્તનો અન્ય સચોટ કિસ્સો: એક કિશોર બાળપણથી પાયલટ થવાનાં સપનાં જોતો... પણ અભ્યાસ અને શરીર બેઉમાં નબળો... ઘણા પ્રયત્નો છતાં પાયલટ માટેની પ્રાથમિક પરીક્ષામાં જ પાર ઉતરી ન શકયો. છતાં સપનાં તો જોતો જ રહ્યો. છેવટે એક વિમાન કંપનીમાં સ્ટુઅર્ડ તરીકેની નોકરી મેળવી... અને એ વિમાનમાં ઉડવા લાગ્યો... કંઈક અંશે સંતોષ પામ્યો. પણ વિમાનમાં એનું કામ ઉતારૂઓને પીણા અને ભોજન પીરસવાનું... એ નિષ્ઠાપૂર્વક કામ કરતો રહ્યો. બે મહિનાને અંતે તો એના બેઉ હાથ પર ફોલ્લીઓ ઉપડી આવી. નાની નાની ફોલ્લીઓ ઉપચાર છતાં વધીને મોટી થઈ ગઈ. નછૂટકે એને રજા પર ઉતરવું પડયું. ચિકિત્સા કરાવી, પણ કશી દવા કારગત ન નીવડી... છેવટે મનોવિજ્ઞાનનો આશરો લીધો. મનસ્વિદે મનોવિશ્લેષણમાં એ ચામડીના દર્દનું મૂળ શોધી કાઢ્યું. એના મૂળમાં હતું ‘પાયલટ ન થઈ શકવાનો અફસોસ...' જે હાથે વિમાનનું સ્ટીઅરીંગ ફેરવવાના કોડ હતા, તે હાથથી ઉતારૂઓને વેઈટરની જેમ ખાણીપીણી પીરસવાનો અવસર આવ્યો ! એના હાથને આવું હલકું, ન ગમતું કામ કરવું પડયું, કરવું પડતું. એ રાજી ન હતો. ભીતરમાં એક ડંખ હ્યા જ કરતો, જે હાથના ફોલ્લારૂપે બહાર ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy