SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પિતામહ હિપોક્રેટસે જાહેર કર્યું કે ઉચિત ચિકિત્સા માટે ડોકટરે સમગ્ર પર્યાવરણનો વિચાર કરવો જોઈએ. ૧૯ લશ્કરમાં સેવા બજાવી પાછા ફરેલા સેક્રોટીસે ગ્રીસના દેશબાંધવોને ઠપકો આપતાં જણાવ્યું કે ‘આપણાથી આદિવાસી જેવા ઘેસીઅન વધુ પ્રગતિશીલ છે. તેમને સમજણ છે કે મનની ચિકિત્સા વિના શારીરિક ચિકિત્સા નિરર્થક છે. રોમના ડોકટરો સોરેનસ અને કેએલીઅસ ઓરેલીનેઅસ દરદીની ચિકિત્સામાં માનસ ચિકિત્સાનો ઉપયોગ કરતા. મધ્યયુગમાં આવી ચિકિત્સા પદ્ધતિ પ્રચલિત હતી. સોળમી સદીમાં માર્ટીન લ્યુથરે જાહેર કર્યું કે ભારેખમ વિચારોનો બોજો માંદગી આમંત્રે છે. મન પરનું આક્રમણ એ શરીર પરનું આક્રમણ છે. વર્ષોથી એક માન્યતા ચાલી આવે છે કે, કરુણ આઘાતથી માનવીનું હૈયું ફાટી પડે છે... કે પ્રેમના પ્રતિસાદના અભાવથી રોગો જન્મે છે, કે ભય અને ક્રોધ જેવા આવેગો થકી માણસ માંદો પડે છે. ૧૯મી સદીના પ્રારંભમાં - ફ્રેન્ચ ક્રાન્તિનાં ગાળામાં ફ્રાન્સના ડોકટર પીએર કોબાનીસે એવો સિદ્ધાંત રજૂ કર્યો કે પ્રબળ કામનાઓ-આવેગો શરીરમાં રોગજન્ય પરિણામો લાવી શકે છે. એણે ચિકિત્સા પદ્ધતિમાં પરિવર્તન લાવવા મનોજૈવિક કે મનોદૈહિક વલણ અપનાવવા પર ભાર મૂક્યો. પરંતુ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં જંતુજન્ય રોગોના અન્વેષણે અગાઉની ‘સમગ્ર ચિકિત્સા' પદ્ધતિને પડખે મૂકી દીધી. એન્ડોક્રાઈન સિસ્ટમ: Endocrine System આંત:સ્ત્રાવી ગ્રંથિતંત્ર શરીરમાંની કેટલીક વિશિષ્ટ ગ્રંથિઓનું બનેલું છે. એમાંથી ઝરતો રસ સીધો લોહીમાં ભળે છે. આ ગ્રંથિઓને કોઈ નળી કે નલિકા ન હોવાથી એમને Ductless Glands પણ કહેવામાં આવે છે. શરીરની વૃદ્ધિ, વિકાસ, સ્વાસ્થ્ય, જાતિયતા, સંતુલન તેમજ આયુષ્ય વગેરે આ તંત્રના કાર્ય પર આધાર રાખે છે. યોગશાસ્ત્રમાં દર્શાવેલ વિવિધ ચક્રો આ ગ્રંથિઓના સ્થળે જ આવેલા છે, એમ પણ મનાય છે. આ ગ્રંથિઓમાંથી ઝરતા રસ લોહીમાનાં રાસાયણિક દ્રવ્યોમાંથી નવાં જ સંમિશ્રણ-કમ્પાઉન્ડ ઉત્પાદન કરવાની અદ્ભૂત શકિત ધરાવે છે. આ સર્જનની કિયા પોતામાંથી પોતાની નીપજ કરવા જેવી ચમત્કારિક છે. બીજા શબ્દોમાં કહીએ તો ઈચ્છાશકિતના પુરુષાર્થથી ઈચ્છાશકિત કેળવવા જેવી વાત છે! ઘણા સૈકાઓ સુધી માનવજાત આ ગ્રંથિતંત્ર વિષે અજાણ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy