SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સુખદ કે દુ:ખદ ઘટનાઓને સ્વીકારે છે, પ્રતિભાવ આપે છે, સમતાપૂર્વક કે કકળાટપૂર્વક, તેના પર રહેલો હોય છે. બહુ પણ કેરા પુંજથી શુભદેહ માનવનો મળો.' એ સૂત્ર અનુસાર માનવી તપ આરાધના અને કર્મોનો ક્ષય કરી મુકત દશાને ઉપલબ્ધ થઈ શકે એટલે આ એકજ મનુષ્ય ગતિમાં આ સંભવનાને લક્ષમાં લઈ તમામ રીતે સક્ષમ, સુસજ્જ અને અભુત કામગીરીવાળો દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય દેહ માનવીને પ્રાપ્ત થયો છે, ત્યારે શરીરની રચના, કામગીરી, ક્ષમતા વગેરેની સમજણ, બુદ્ધિયુકત વિવેકપૂર્વકનો શરીર સાથે વ્યવહાર, માનવીનો પ્રથમ ધર્મ બની રહે છે. જૈન દર્શને મંગલભાવનામાં અભૂત વાત કહી છે. શિવમસ્તુ સર્વગત: રહિતનિરતા શાવતું તા: તોષા: પ્રયg ofશ, સર્વત્ર સુથ્વી વસ્તુ નો: જગતના સર્વજીવોનું કલ્યાણ થાઓ. સર્વે પ્રાણી-સમૂહપારકાનું હિત કરવાની ભાવનાવાળા બનો, સર્વના દોષો નાશ પામો અને સર્વત્ર લોક સુખી થાઓ. આવી સર્વભૌમ, સર્વવ્યાપી મંગલભાવના કોઈ વિચારધારામાં જોવા નથી મળતી. આ એક શ્લોકની ભાવનાનું યથાર્થ પાલન આયુષ્યના કોઈ પણ તબકકામાં સંપૂર્ણ આરોગ્ય બક્ષવાનું સામર્થ્ય ધરાવે છે. Phychosomatic' પૂર્વભૂમિકા: ગ્રીક શબ્દ Psyche = Soul (આત્મા, ચેતના) અને Soma એટલે શરીર. માનવીને શરીર-સ્થળ દેહ અને મન-ચેતનાના સંયુકત આવિષ્કાર તરીકે લક્ષમાં લઈ આપણા જીવનની ગતિરીતિના સંદર્ભમાં તંદુરસ્તીની ચકાસણી-પરીક્ષણ કરવામાં આવે છે. અમૂર્તનો મૂર્ત આવિષ્કાર, સૂક્ષ્મનું સ્થળ પ્રક્ષેપણ. સાઈકોસોમેટિક શબ્દનો પ્રથમ ઉપયોગ ૧૯૨૨માં જર્મન સાહિત્યમાં થયો. પરંતુ ત્યારબાદ કોલંબિયા યુનિવર્સિટીના ડો. હેલન ફલેન્ડર્સડનબારે એમનાં વિખ્યાત પુસ્તક 'Emotions and Bodily change' (ઉર્મિઓ અને શારીરિક ફેરફારો)માં એનો ઉપયોગ કર્યો, ત્યારથી આ શબ્દ અંગ્રેજી સાહિત્યમાં અને મેડિકલ પરિભાષામાં પ્રચલિત થયો. ૪૫૦ વર્ષ પૂર્વે ચીનના પીળા સમ્રાટ' તરીકે ઓળખાતા હુઆંગ ટીએ "Internal Medicine' નામનું અભ્યાસ પૂર્ણ પુસ્તક પ્રગટ કર્યું જેમાં પ્રતિપાદન કર્યું કે હતાશા થકી માનવી માંદો પણ પડી શકે અને આવા દરદીના આવેગો, ઈચ્છાઓ અને કામનાઓનું વિશ્લેષણ કરવું જોઈએ. ઈશુથી પાંચસો વર્ષ પૂર્વે માનવજાતના ઈતિહાસના સુવર્ણકાળમાં વૈદકશાસ્ત્રના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy