SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ કે પ્રતીક છે. બધા કૃપણોને ધમની અવરોધક ન પણ થાય, ઘણાંને કબજિયાત થાય છે. જેને કારણે વેરીકો વેઈન્સ, સારણગાંઠ, હરસ, મસા, ફિયુલા જેવી તકલીફો કે હૃદયના, લીવરના કે કરોડના મણકાના મહારોગો પણ થઈ શકે છે. કૃપણતા સ્વયં એક રોગ છે એ સમજવું જરૂરી છે. એને પગલે શારીરિક રોગો ઉત્પન્ન થાય છે. ડોકટરો પણ આ તોથી વાકેફ નથી હોતા, તે દર્દી કયાંથી હોય? કોઈપણ મેડિકલ કોલેજમાં શિક્ષણ નથી અપાતું કે લોભ એક રોગ છે. પરિગ્રહ એ સડો છે. હિંસા, ઈર્ષા, ક્રોધ, કામ, અસત્ય બધા રોગ છે. પાયાના રોગ છે જે જડ ઘાલી બેઠેલા છે. ડોકટરો મોટે ભાગે જે રોગના નિદાન કરે છે એ તો ઘણે ભાગે પેલા મૂળ રોગોમાંથી ફૂટેલી કૂંપળો, કળીઓ, ફળો છે. કંજુસ પણ પોતાને કરકસરીયા તરીકે ઓળખાવે છે. આ એક આત્મવંચના છે. સફળતા તરફની દોટ: આવી દોટમાં મહત્ત્વાકાંક્ષીઓ પોતાની પૂરી તાકાત લગાવી દે છે. ક્યારેક ગજા ઉપરવટ ખેંચે છે, તૃષ્ણા અને નિષ્ફળતાનો ભય ખૂબ ભારણરૂપ બની જાય છે. આવા લોકોને અનિદ્રા, ચકકર આવવા, કંપવા, ઉબકા, મોળ જેવું થવું, વગેરેથી પીડાય છે. હતાશા, થાક વગેરે રોજિંદો ક્રમ બની જાય છે. સામે પક્ષે યોગ્ય વ્યકિતને હલકી કક્ષાનું કામ કરવું પડે છે, ત્યારે જુદા જ પ્રશ્નો સર્જાય છે. પળે પળે એનું સ્વમાન હણાતુ જાય છે અને સમય જતાં પેપ્ટીક અલ્સરનો ભોગ બને છે. હતાશાભર્યું વલણ, શ્રદ્ધાનો અભાવ ગ્રુમેટોઈડ આર્થરાઈટીસ (એક પ્રકારનો સંધિવા)ને જન્મ આપે છે. એક યુવતીના પ્રેમીએ અન્ય શહેરમાં નોકરી સ્વીકારી. યુવતીના મનમાં ઠસી ગયું કે લગ્ન ટાળવા જ એ ભાગી છૂટયો છે, અને એને પાછો લાવી શકાય એમ નથી. આ મનોદશામાં એક દિવસ ફિલ્મમાં પ્રણય દ્રષ્ય જોતાં જ એના ઘૂંટણમાં પીડા ઉપડી અને ક્રમે ક્રમે એના બધા સાંધા ઝલાઈ ગયાં. ડોકટરોએ નિદાન કર્યું અમેટોઈડ આર્થરાઈટીસ! આવી આંચકાઓ આપનારી ઘટનાઓ એટલી હાનિકારક નથી હોતી. પરંતુ માનવીની એ ઘટનાઓ પ્રત્યેની વલણ રોગના નિયંત્રણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. યુનિવર્સિટી ઓફ રોચેસ્ટરના ડોકટર આર્થર શેમેલે ૧૯૨ દદીઓના પરીક્ષણ પછી તારવ્યું કે ૮૦ ટકા કેસોમાં નિરાશાવાદી વલણ જ રોગ માટે જવાબદાર હોય છે. હતાશા, સતત ગ્લાનિમય માનસિક અવસ્થા, નિરસ જીવન, હૂંફનો અભાવ વગેરે માનસિક આઘાત નીપજાવે છે અને રોગને જન્મ આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy