SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ સમજાય છે કે અદેખાઈ એ અજ્ઞાનની નીપજ છે. શ્રીમદ્ રાજચંદ્ર કહેતા: જેને ઘેર આ દિવસ કલેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે, તેને ઘેર પવિત્રતાનો વાસ છે. પ્રભુનિર્મને કોઈ ઘટના નિરર્થક નથી હોતી. એ મહતુ ત સમજાઈ જાય, તો ઘણો ઉપદ્રવ ટળી શકે. નિવારી શકાય એવું હોય, એના ઉપાયની ચિંતા કરવી, તેનું નામ બોધિદુર્લભ ભાવના, કેમ કે એવું જ્ઞાન મળવું બહુ જ દુર્લભ છે. સ્વસ્થ મન એ જ્ઞાનપ્રાપ્તિની પૂર્વશરત છે. સર્વાગી નિરામયતા માટે અમેરિકન મેડિકલ એસોસીએશને કેટલાંક ગુણોની, શકિતઓની આવશ્યકતા દર્શાવી છે. ૧. ભાવાત્મક સ્થિરતા, ૨. જુદી જુદી તાણ વચ્ચે સ્વસ્થ રહેવાની શકિત. ૩. પુખ્તતા. Maturity. ૪. વાસ્તવિકતા પારખવાની સમજ. ૫. દીર્ઘદ્રષ્ટિ. ૬. પ્રેમાળ સ્વભાવ. ૭ ઉમંગથી ઉત્પાદક કામ કરવાની ક્ષમતા. ૮. ભૂખ, તરસ, કામેચ્છા વગેરેને અહિંસાત્મક રીતે સંયમિત કરવાની શકિત. ૯. જાગૃત અંતરાત્મા. પ્રેમમાં પ્રેમ કરવાની ક્ષમતા, જેમાં કરુણા, મૈત્રી, આદર, સહાનુભૂતિ, પરાનુભૂતિ વગેરેનો સમાવેશ થઈ જાય છે. હૃદયના ગુણો સ્ટેથોસ્કોપથી તપાસી ન શકાય. એ અનેક આયામોમાં પ્રગટે જ છે. યોગશાસ્ત્ર મુજબ જે કલેશોને લીધે માંદગી આવે છે, તે આ પ્રમાણે છે. ૧. અવિધા, ૨. અહમ, ૩. રાગ, ૪. વેષ, ૫. અભિતિવેશ - જડતા. જીવનને અંતે કયારેક સમજાય છે કે આપણે જેને હિમાલય જેવડું મહત્વ આપેલું, તે તો માત્ર ક્ષણિક પરપોટા જેવું નકામું જ હતું અમેરિકાના ખ્યાતનામ ડૉકટર જે. એચ. ટિલ્ડન કહેતા: અસંતોષ, ચિંતા, ભય, દુ:ખ, ક્રોધ, કામવાસના, હતાશા, આત્મગ્લાનિ, અભિમાન, અહંકાર, ઈર્ષા, કેષ, નિંદા, જૂઠું બોલવું, અપ્રમાણિકતા, બેજવાબદારીપણું, ગેરસમજનો લાભ લેવો, કોઈના વિશ્વાસનો દુરૂપયોગ, આ બધી બાબતો ચેતાશકિતનો ક્ષય કરે છે અને સમય જતાં હઠીલા રોગો ઉત્પન્ન કરે છે. સ્વાર્થી પ્રકારની મહત્વાકાંક્ષા બિમારીને નોતરે છે. ડૉ. નોર્મોન કઝીન્સ અનુભવથી તારવ્યું છે. જિદ્દી સ્વભાવ અને દુરાગ્રહથી હૃદયરોગ થયો હોય, એવા અનેક દર્દીઓને હું જાણું છું. ભગવાન બુદ્ધે પોતાને ચિકિત્સક ગણ્યા હતા. - કૃપણતા: માણસ ઉપવાસ કરે છે, અહારત્યાગનો, આર્થિક ઉપવાસ કેમ કરતો નથી? પરિગ્રહ ત્યાગનો? હોવા છતાં ત્યાગ જેટલી ઉદારતા ન દેખાડવી, એ સંકુચિત મનની સંજ્ઞા છે. આવા સંકુચિત કંજુસોની લોહીની ધમનીઓ પણ સંકોચાઈ જાય એવો સંભવ હોય છે. સંકુચિત ધમનીઓ સંકચિત સ્વભાવનું લક્ષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy