SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીચરિત મીમાંસા રાજા જિતશત્રુ જે હરિવંશને ભ. મહાવીર સમકાલીન રાજા હતો તેને ચરિત વર્ણન પ્રસંગે રાજા જિતશત્રુ એ જ્યારે જોયું કે ભ. મહાવીરે પિતાની પુત્રી યશોદાને સ્વીકાર ન કર્યો અને તપસ્યા કરવા ચાલી નીકળ્યા ત્યારે રાજા જિતશત્રુ પણ નિરાશ થઈ તપસ્યાને માર્ગ વળે. આ ઉપરથી જણાય છે કે આ. જિનસેનને ભ. મહાવીરની પત્ની યશોદા હતી એવી કઈ પરંપરા પ્રાપ્ત થઈ હશે પણ તેનું સમર્થન કરવાને બદલે તેમણે તે ઘટનાને પોતાની આગવી રીતે વર્ણવી છે. અને આ સંભવ એટલા માટે છે કે તેઓ સૌરાષ્ટ્રમાં વિચરતા અને સૌરાષ્ટ્રમાં જ પ્રચલિત શ્વેતામ્બર કલ્પ, વિશેષાવશ્યક આદિમાં ભ. મહાવીર, યશોદાને પરણ્યા એવી ઘટના આવતી હતી. પરંતુ તેમની પાસે જે પરંપરા હતી. તેમાં ભ. મહાવીરના પરણ્યાન કેઈ નિર્દેશ મળતા હતા નહિ. તેથી તેમણે આ ઘટનાનું પિતાની રીતે વર્ણન કરવાનું વિચાર્યું હોય એમ બની શકે છે. આચાર્ય હેમચન્દ્ર અને ગુણચન્દ્ર તે કલ્પ આદિની પરંપરાને અનુરાગીને યશોદા સાથેના લગ્નને સ્વીકારે છે આચાર્ય ગુણચન્ટે આ પ્રસંગને બહુ જ કાવ્યમય વર્ણવ્યું છે અને માતા-પિતાને અપ્રિય એવું ન કરવાની પોતાની પ્રતિજ્ઞા હાઈ વર્ધમાન પરણવા તૈયાર થાય છે અને વસંતપુરનગરના સમરવીરરાજા અને પદ્માવતી રાણીની પુત્રી યશોદા નામની કન્યાને પરણે છે. યશેદ નામ આપવા પાછળ કારણ પિતાનું સ્વપ્નમાં અને પછી તદ્દનુસારી જાગ્રત અવસ્થામાં પરાક્રમને કારણે યશઃપ્રાપ્તિ છે-મહાવીરચરિય પ્ર. ૪, પૃ. ૧૨૮/૨૯ થી. હેમચંદ્રને મતે ઉમરલાયક છતાં વિકારવિહીન વર્ધમાન હતા અને વળી સંસારથી વિરક્ત પણ હતા. યશવના પિતાનું નામ સમરવીર છે. વર્ધમાનને માતા-પિતાએ પરણવા માટે સાક્ષાત ન કહેતાં વધમાનના મિત્રોને આ કાર્ય સોંપ્યું અને પછી ત્રિશલાએ પ્રસ્તાવ મૂક્યો. અને તેને મંજૂરી ભ. મહાવીરે આપી.-ત્રિષષ્ટિ. ૧૦-૨, ૧૨૪–૧૪૯ અને પછી આ. હેમચંદ્ર લખે છે सम यशोदया देव्या स्वामी वैषयिक सुखम् । अनासक्तोऽनुबभूव पित्रोनेत्रविशाकरः । १५३॥ આમાં કૃષ્ણચરિતની અસર સ્પષ્ટ છે. ઉપસંહારમાં જણાવીએ કે “ભ. મહાવીરે ૩૦ વર્ષ સુધી ગ્રહવાસ કર્યો અને જ્યારે માતા-પિતા દિવંગત થયાં ત્યારે દીક્ષા લીધી–”૧ આ. નિ... ૩૪૨ = વિશે. ૧૮૬૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy