SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ re તિલેયપણુત્તિમાં પણ તીથ કરાતો કુમારકાલ–રાજકુમારકાલ વર્ણિત છે. ત્યાં પણ ‘કુમાર'ના અથ બ્રહ્મચાંરી એવા લેવાયા નથી. કારણ બધા જ તીથ કરાની આબતમાં એ કાળની ગણતરી છે (૪.૫૮૩-થી) અને ઉક્ત પાંચેયને વિષે કહેવામાં આવ્યુ છે તેમણે કુમારકાલમાં દીક્ષા લીધી અને શેષ તીથ કરીએ રાજ્યકાળની સમાપ્તિ પછી (તિલેય. ૪.૬૭૦). અર્થાત્ તિલાયપત્તિમાં પણ ‘કુમાર’ શબ્દ રાજકુમારના જ અર્થાંમાં વપરાયા છે એ સ્પષ્ટ છે. લગ્ન • ઉત્તરપુરાણમાં પણ કુમારવય વટાવી ૩૦ વર્ષના થયા એટલે દીક્ષા લેવા તત્પર થયા એમ જણાવ્યુ છે. ૭૪, ૨૯૬ થી વિ‘શપુરાણમાં પણ એ પાંચેયને કુમાર હતા ત્યારે દીક્ષિત થયાનુ અને શેષ રાજા હતા ત્યારે, એમ છે-૬૦,૨૧૪. કલ્પસૂત્ર, આચારાંગ અને વિશેષાવશ્યકમાં તે એક માત્ર યશોદા સાથે લગ્ન થયાની વાત છે પરતુ ચડ્ડપ્પન્ન.માં તે યશેાદાનુ નામ જ નથી અને એક નહિ પણ અનેક કન્યાએ સાથે પરણ્યા એવા ઉલ્લેખ છે-‘ત્રિમવિજ્ઞચિત્તનિર્વાઢનિચ્છાઓ સળયાકો'-પૃ. ૨૭૨ કારણ જ્યારે ભ. મહાવીર વયસ્ક થયા ત્યારે તેમના ગુણુગથી આકર્ષાઈને અનેક રાજાએ પાતાની કન્યાને લઈ તે આવ્યા હતા. યશોદા એ નામનું જ પાત્ર ભ. મહાવીરના વૈવાહિક જીવનમાં સ્થાન પામ્યું છે એની પાછળ પણ કાંઈક જૂની પરંપરા જણાય છે. આચાય જિનસેને વિ. ૯૮૯ માં વઢવાણમાં રિવશ પુરાણની રચના કરી છે તેમાં પણ યશોદાને તેના પિતા જિતરાત્રુક્ષે ભ. મહાવીર સાથે પરણાવવાની(વીર વિવાહમંગલમ્ ) ઇચ્છા કરી હતી અને પોતાની કન્યાને બીજી અનેક કન્યા સાથે ભ. મહાવીર પરણે એવી તેની પૃચ્છા હતી પરંતુ ભ. મહાવીર તા તપસ્યામાં લીન થઈ ગયા એટલે તેની ચ્છા પાર પડી નહિ. જિતશત્રુ એ હરિવંશમાં જ ઉત્પન્ન થયા હતા એમ પણ તેમાં જણાવ્યું છે. (૬૬૩-૯) આથી ચઉપન્નગત અનેક કન્યાની વાત પણ નિમૂળ નથી, એમ લાગે છે. સ્પષ્ટ છે કે કથાનકની સંપૂર્ણ પરંપરા દૃઢ રીતે સ્થિર થાય એ પહેલાં લેખકોએ જે જુદુ જુદુ` સ્પષ્ટીકરણ કયુ, તે જ પરપરાએ અની ગઈ અને મહાવીર કંથામાં પરણ્યાની એક અને અનેક કન્યાઓને પરણ્યાની તથા ન પરણ્યાની એવી પરપરાએ પ્રચલિત થઈ. અહીં એ પણ ધ્યાનમાં લેવા જેવી વાત છે કે હરિવંશપુરાણના પ્રાર'ભમાં જ્યાં ભ, મહાવીરચરિત્રનું વિસ્તૃત વિવરણ છે. (સગ` ખીજો, ત્યાં યશોદાની કે વિવાહની કોઈ ચર્ચા આ. જિનસેને કરી નથી પરંતુ છેક અંતમાં જઈ (સગ` ૬૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy