SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભાવતારણ 93 આપીશ અને તે તારે પુત્ર ચારેય વેદને પારગામી થશે ઈતિહાસ અને નિઘંટુ, આદિ વેદનાં અંગોનાં રહસ્યને પામશે. પડંગનો જાણકાર, ષષ્ઠિતંત્રમાં વિશારદ થશે અને બ્રાહ્મણનયમાં સુપરિનિષ્ટિત થશે. હે દેવાનુપ્રિયે ! તે ઘણાં ઉદાર સ્વપ્ન જેયાં છે. પરંતુ વિધિએ કાંઈક જુદું જ ધાર્યું હતું. દેવાનંદાની કખમાં તે ૮૨ દિવસ રહ્યા તેટલામાં તે સીધમ દેવકના ઈન્દ્રને લાગ્યું કે હવે ગર્ભપહરણને કાલ થયો છે. કારણકે અરિહંત, ચકવતી બલદેવ અને વાસુદેવ–એ બધા ઉત્તમ પુરુષ છે. તે તુછ કુલમાં જન્મ લેતા નથી પરંતુ ઉગ્ર, ભગ, ઈદ્યા, જ્ઞાતૃ, કૌરવ્ય અને હરિવંશ જેવાં કુળમાં એ પુરુષસિંહ જન્મ લે છે. એટલે સૌધર્મના ઈ-કે નૈગમેષિ દેવને કહ્યું કે આ તીર્થકર મહાત્મા છે, લેકમાં ઉત્તમ છે અને તે બ્રાહ્મણ કુલમાં ઉત્પન્ન થયા છે. પરંતુ તેમને ક્ષત્રિય બ્રામમાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે તેની ભાર્યા ત્રિશલાની કેખમાં તું એમને લઈ જા. આપની વાત બરાબર છે એમ કહીને નૈગમેષિએ હસ્તોત્તર: નક્ષત્રમાં તેરસને દિવસે રાત્રે વર્ષાઋતુના પાંચમા પક્ષમાં તે ગર્ભનું અપહરણ કર્યું. એથી દેવાનદાન તે ચોદે ને તે રાત્રે પ્રતિનિવૃત્ત થઈ ગયાં અને તે જ રાત્રે ત્રિશલાની દેખમાં ગર્ભને પ્રવેશ થવાથી ત્રિશલાએ તે જ ચૌદ સ્વપ્ન નિદ્રામાં હતી ત્યારે જોયાં. અને ભ મહાવીર ત્રિશલાની કોખમાં સાડા છ માસ ત્રણ જ્ઞાન સહિત સંસિગર્ભરૂપે રહ્યા અને સાતમા માસમાં ગર્ભમાં જ રહ્યા રહ્યા પ્રતિજ્ઞા કરી કે માતા-પિતાના જીવતેજીવ શ્રમણ નહિ થાઉં." ૧. આ ચૂ. પૃ. ૨૬– વિશેષાવશ્યકમાં દેવાનંદાએ પિતાના પતિને સ્વપ્ન કહ્યાને નિર્દેશ નથી. એટલે તેના ફળની ચર્ચા પણ નથી. ૨. આ ચૂ.માં અહી સૌધર્મના છે કે જ્યારે જગ્યું કે ભ.મહાવીર ગર્ભમાં આવ્યા છે ત્યારે તેમની સ્તુતિ કરી અને હરિગમેષિને દેવાનંદાને ગભત્રિશલામાં અને ત્રિશલાને ગર્ભ દેવાનંદામાં મૂકી દેવાની આજ્ઞા કરી, કારણ કે તેનું એ કર્તવ્ય હતું કે તે તીર્થંકરાદિને જન્મ તુચ્છ, દરિદ્ર, ભિક્ષુ, કૃપણું આદિ કુળમાં ન થવા દે. ગર્ભપરિવર્તન થઈ રહ્યું હતું તેનું પણ ભાન ભ.મહાવીરને હતું –એ પ્રમાણે છે. પૃ. ૨૩-૨૩૯. ૩. ગૌતમબુદ્ધનું નામ સિદ્ધાર્થ છે તે અહીં નોંધવું જરૂરી છે. ૪. આ.ચુ.માં આસો માસને ઉલ્લેખ છે. અને બહલ=કૃષ્ણપક્ષ જણાવ્યું છે. વળી ગર્ભના પારસ્પરિક પરિવર્તનનો નિર્દેશ અહીં નથી તે ધ્યાનમાં લેવું જોઈએ. એવો નિર્દેશ ચૂર્ણિમાં છે. ૫. વિશેષાં. ૧૮૨૭–૧૮૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy