SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભાપહરણ ભગવાન મહાવીરના ગર્ભનું બ્રાહ્મણ દેવાનંદાની કુંખમાંથી અપહરણ કરી તેને ત્રિશલાના ગર્ભમાં મૂકવામાં આવ્યું તે વિષે કારણે જે આપવામાં આવ્યું છે તે પ્રતીતિકારક જણાતું નથી. જે કાળે ભ.મહાવીર અને બુદ્ધ થયા તે કાળની પરિસ્થિતિ સરખી જ હતી. બૌદ્ધગ્રન્થમાં ભ. બુદ્ધના જન્મ પ્રસંગે બ્રાહ્મણ અને ક્ષત્રિય બન્ને કુળને બુદ્ધજન્મયોગ્ય માનવામાં આવ્યાં છે. જ્યારે જૈન ગ્ર પ્રમાણે બ્રાહ્મણકુળ તુચ૭હીન હોઈ ગર્ભાપહારની ઘટના બની છે. દિગંબરમાં એવી કોઈ ઘટનાને ઉલ્લેખ નથી માત્ર . સંમત અંગેતર આગમ અને તદનુસારી ગ્રન્થોમાં આવો ઉલ્લેખ છે. તેથી સૂચિત થાય છે કે આ ઘટના પ્રારંભિક કાળની નથી પણ પછીના કાળના સાહિત્યમાં બ્રાહ્મણની ઉગ્રતાને કારણે દાખલ થઈ છે. વળી ગણધર વગેરે તો બ્રાહ્મણ જ હતા અને તેમને વિષેના વનમાં તેમને ઉચ્ચકુળના જણાવ્યા છે. તે ગર્ભાપહાર પ્રસંગે બ્રાહ્મણકુળને હીન કહેવુ તે અસંગત જણાય છે. વળી પ્રાચીન ભગવતી જેવા શાસ્ત્રમાં દેવાનંદા અને તેના પતિ ઋષભદત્ત વિષે પ્રશંસાભર્યો ઉલ્લેખ છે તે પણ સૂચિત કરે છે કે ગર્ભાપહારનું કારણ હીનકુળ આપવામાં આવ્યું છે તે સંગત નથી. પણ એ વાત તે નક્કી જ છે કે જૈન આગમોમાં ગર્ભાપહારની ઘટના દાખલ થઈ છે અને તે પણ પછીના કાળના પ્રોમાં–એટલે વધારે સંભવ તો એ જ છે કે તે બ્રાહ્મણષનું પરિણામ છે, તે દ્વેષનું મૂળ શું હોઈ શકે તેને ઉત્તર તે કાળની પરિસ્થિતિ આપી શકે. વળી ૨૪ તીર્થકરોમાંથી માત્ર ભ. મહાવીરને જ જીવનમાં ગર્ભાપહરણની ધટનાનો ઉલ્લેખ તામ્બર પ્રામાં મળે છે. અને તે પણ એક તીર્થકર જીવનની એક આશ્ચર્યકારક ઘટના છે તેમ સ્પષ્ટપણે સ્થાનાંગમાં જણાવેલ છે. બધાં મળી દશે આશ્ચર્યો છે. તેમાં પાંચ તે ભગવાન મહાવીરના તીર્થમાં જ થયા છે એ પણ એક આશ્વર્યા જ ગણવું જોઈએ. ગર્ભાપહરણની ઘટના વેદિકેની કુષ્ણબળદેવની કથાને આધારે લેવામાં આવી છે કે તેથી પણ પ્રાચીન છે તે વિવાદને વિષય છે. પણ એવું જણાય છે કે તે જેમાં ઈપૂર્વથી ક્યારેક માન્યતામાં દાખલ થઈ છે કારણ તે બાબતનું શિ૯૫ પણ મથુરાના અવશેષોમાં મળી આવે છે. હવે એ ઘટના વિશેના ઉલ્લેખ જોઈએ. વિશેષાવશ્યકમાં તે આ પ્રમાણે છે. દેવાનંદાએ સ્વપ્નની વાત પતિને કહી અને તેણે તેનું ફળ અર્થ લાભ આદિ જણાવ્યું અને સુરૂપ પુત્રને નવમાસ અને સાડાસાત દિવસ વ્યતીત થયે જન્મ ૧. આના વિશેષ વિવરણ માટે સ્થાનાંગ-સમવાયાંગ પૃ. ૮૯૧, ૮૯૪. ૨. ઉપન્ન.ની પ્રસ્તાવના પૃ. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy