SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરચરિત મીનાસાર દિવ્ય વસ્ત્રો પહેરાવ્યાં. સુવર્ણમય પ્રાસાદમાં દિવ્ય શયામાં સુવાડી દીધાં અને પછી બેધિસત્વ સૂટમાં તકમળ લઈને સફેદ હાથીના રૂપે તેમની કુક્ષીમાં પ્રવેશ્યા.' ભ. મહાવીરની માતાને જે સ્વપ્ન આવ્યા તેમાં હાથી પ્રથમ છે. અને બોધિસત્વ હાથીના રૂપે માયાદેવીના ઉદરમાં પ્રવેશ્યા એવું માયાદેવીના સ્વપ્નમાં છે આથી એ સૂચના મળે છે કે તે બાબતની પૌરાણિક કલ્પનામાં હાથીને મહત્વનું સ્થાન છે. | તીર્થકરચરિતમાં સ્વપ્નચર્ચા ક્યારથી દાખલ થઈ તે પણ વિચારણીય છે. આ નિ ૧૭ ( = વિશે. ૧૫૮૭)માં જ્યાં ઋષભચરિતને સંક્ષેપ આપે છે ત્યાં સ્વપનને ઉલ્લેખ નથી પરંતુ ભ. મહાવીર ચરિતનો જે આ નિમાં સંક્ષેપ છે (ગા. ૩૪૧ = વિશે. ૧૮૨૨) ત્યાં જ પ્રથમવાર સ્વપ્નનો ઉલ્લેખ છે. અને તેથી ત્યાં વિશેષાવશ્યક ભાષ્યમાં ૧૪ ને ગણાવ્યાં છે. આ સૂચવે છે કે આવશ્યક નિયુક્તિકારની સમક્ષ હજી એ પરપરા સ્થિર નથી કે તીર્થકરની માતાને સ્વપ્ન આવે જ. એક વાર આચાર્ય જિનભદ્ર પરંપરા સ્થિર કરી એટલે પછી બધા તીર્થંકરની માતાને સ્વપ્ન આવ્યાનું વર્ણન જરૂરી બની ગયું. આથી ઋષભચરિતમાં આ ચૂ૦ (પૃ. ૧૩૫)માં તે કહ્યાં છે. પઉમરિય (૨૦.૨૨)માં ત્રિશલાને સ્વપ્ન આવ્યાનો ઉલ્લેખ નથી. ઋષભમાતા મરુદેવીને સ્વપ્ન આવ્યાનો ઉલ્લેખ છે–પરંતુ વિશેષાવશ્યકમાં જે કમ આપે છે તેથી જ ક્રમ છે અને નામમાં પણ જરા ફેર છે--- २वसह पय सीह वरसिरि दाम ससि रवि झयौं कलसं च । જા સાથ વિમળવરમ i રયા પઉમ૦ ૩.૭૫ વિશેષાવશ્યકમાં અભિષેક છે અને અહીં વરસિરી એટલે લક્ષ્મી છે. ટીકાકારે અભિષેક લમીને એવો અર્થ કરે છે. અન્ય દિગંબર ગ્રન્થમાં ૧૪ નહી પણ ૧૬ નો ઉલ્લેખ આવે છે. વળી ભ. મહાવીરની માતાએ ૧૬ સ્વપ્ન જોયા પછી મુખમાં એક અન્ય હાથીને પણ પ્રવેશતે જે, એવો ઉલ્લેખ ઉત્તરપુરાણમાં છે–૭૪.૨૫૬, ૨૫૭. જિન સેનના આદિપુરાણમાં મરુદેવીને જે સોળ સ્વપ્નો આવ્યાં હતાં તે આ ક્રમ પ્રમાણે ઉલિખિત છે– ૧. જાતકર્ડકથા, પૃ. ૩૯ (ભારતીય જ્ઞાનપીઠ) ૨, ચઉપન્નમાં પણ ઋષભ માતાને આ પ્રથમ છે. પૃ૩૧; અને મહાવીર માતાને પણ આ પ્રથમ છે, પૃ. ૨૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy