SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ 纯 ગર્ભાવતરણ પછી આ ત્રણ વિદ્યાએ પ્રાપ્ત થઈ હતી જ્યારે જૈન પરપરા પ્રમાણે ત્રણ નાના ભ. મહાવીરને જન્મ સમયે જ હતા અને તેમાં જે અવધિજ્ઞાન છે તે અન્ય જીવોના ભવા પણ જાણવાની શક્તિ ધરાવે છે એવી માન્યતા છે. આમ જૈન પરંપરાના આચાર્યાએ ભ. મહાવીરની જ્ઞાનશક્તિ ભ. મુદ્ધથી વિશેષ હતી એવું પ્રતિપાદન કરવાને અહીં પ્રયત્ન કર્યાં હાય તેમ જણાય છે. વળી એ પણ ધ્યાનમાં લેવું જરૂરી છે કે ભ. મહાવીર માટેનેા `ત્તસદી પણાનો જે પ્રકારના દાવે છે તેવા દાવા ભ. યુદ્ધના અનુયાયીઓએ પ્રથમ કર્યાં નહી. પણ છેવટે તેઓએ પણ ભ. બુદ્ધને સ`જ્ઞ-સ`દશી" સ્વીકારી જ લીધા છે. માતાને સ્વપ્ન : દેવાનંદાને બાળકનુ ગ`માં અવતરણ થયું ત્યારે ૧૪ સ્વપ્નો આવ્યા, તે આ છે गय उस सीह. अमित्र दाम ससि दियरं झ कुंभ | पउमसर सागर विमाण भवण स्यणुच्चय सिहं च ॥ २ હાથી, બળદ, સિંહ, અભિષેક, માળા, ચન્દ્ર, સૂર્યાં, ધ્વજ, કુ ંભ, કમળવાળું સરેાવર, સમુદ્ર, વિમાનભવન, રત્નરાશિ અને અગ્નિજ્વાલા, મહાપુરુષોની માતાને સ્વપ્નોની ચર્ચા ભારતીય પરંપરામાં પ્રાચીનકાળથી શરૂ થઈ ગઈ હતી તેનો જ પડધા આ કથામાં પણ છે. ભ. યુદ્ધની માતા માયાદેવીએ ગર્ભકાળે જે સ્વપ્ન જોયુ. તે આ પ્રમાણે હતુ ચાર દેવા તેમને શયન સાથે ઉપાડીને હીમવત પર્વત પર લઈ ગયા અને મનેશિલાતલમાં શાલવૃક્ષ નીચે મૂકવાં, પછી દેવીએ આવીને તેમને અનેતત્ત તળાવમાં સ્નાન કરાવ્યું, અને ૧. Thomas Life of Buddha, P. 213. ૨. (આ નિ હુ॰ 0 આનિ આ ગાથા આવશ્યક ભાષ્યની છે એમ હરિભદ્રે કહ્યુ પૃ ૧૭૮) અને તે વિશેષાવશ્યક ભાષ્યની છે-ગા૦ ૧૮૨૩. (ગાથા ૩૪૧ = વિશે॰ ૧૮૨૨)માં તો માત્ર સ્વપ્નનું સૂચન છે. તે સૂચનની પૂર્તિ જિનદ્રે કરી છે. અને પછી કલ્પસૂત્રમાં તે તે તે સ્વપ્નના વર્ષોં કો પણ ઉમેરાયા છે જે મૂળમાં હતા નહિ, જુએ, મુનિરાજ શ્રી પુણ્યવિજયજીની કલ્પસૂત્રની પ્રસ્તાવના, પૃ૦ ૯. આચ્॰ (પૃ૦ ૨૩૬)માં પણ્ વ ક નથી. આગ્યૂના ઋષભચરિતમાં (પૃ૦ ૧૩૫) પણ સ્વપ્નના વંકે નથી. આથી કલ્પસૂત્રમાં તે વંટો ચૂર્ણિ` પછીના કાળે દાખલ થયા હશે એમ માનવુ જોઈ એ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy