SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ભ. મહાવીરનું કુળ સ્પષ્ટીકરણ છે. પણ સંભવ કદાચ એવો પણ હોય કે ક્ષત્રિયો બ્રાહ્મણ કન્યાને જ્યારે પરણતા થયા ત્યારે જે નવી જતિ ઉત્પન્ન થઈ તે જ ભૂમિહાર બ્રાહ્મણ કેમ ન હોય. ભૂમિહાર બ્રાહ્મણના આ પ્રકારના સ્પષ્ટીકરણને ભ. મહાવીરની માતા દેવાનંદા બ્રાહ્મણી હતી તે ભગવતીનો ઉલ્લેખ જે યથાર્થ માનવામાં આવે અને ગર્ભપરિવર્તનની ઘટનાને મહત્ત્વ ન આપવામાં આવે તે કદાચ સમર્થન પણ આપી શકે. ૧જ્ઞાતૃવંશના લે કે વૈશાલી અને તેની આસપાસ વસતા હતા. તેમાં ક્ષત્રિય કુંડગ્રામ અને વાણિયગ્રામ વિશેષરૂપે ઉલ્લેખનીય છે. ઉપરાંત કોલ્લાગ સન્નિવેશ પણ મહત્ત્વનું સ્થાન હતું. આમાંનું કુંડગ્રામ તે આજનું બસુડ હોવાનું વિઠાનેનું અનુમાન છે. અને વૈશાલી આજે બસાઢને નામે ખ્યાત છે. બસુડમાં બિહાર સરકારે ભીમહાવીરની સ્મૃતિમાં પ્રાકૃત અને જૈન ધર્મના અભ્યાસ માટે એક સંસ્થાની સ્થાપના કરી છે. એ સ્થાન મુઝફફરપુરથી લગભગ ૪૦ માઈલને અંતરે આવેલ છે. કલાગસન્નિવેશની બહારના ભાગમાં જ્ઞાતૃવંશના લોકોનું જ્ઞાતૃખંડ નામનું ઉદ્યાન હતું અને એ ઉદ્યાનમાં દૂઈલાસ નામનું ચૈત્ય હતું. વૈશાલીમાં રાજ્યવ્યવસ્થા ગણતંત્રની હતી. અનેક ગણ ભેગા થઈ એક મુખિયાને ચૂંટતા. ભ.મહાવીરના પિતા સિદ્ધાર્થને પ્રાચીન અવતરણોમાં માત્ર “ક્ષત્રિય કહ્યા છે, પણ પછીના કારણે તેમને “રાજા” પણ કહેવામાં આવ્યા છે. તેથી એટલું અનુમાન થાય છે કે ગણરાજ્યમાં તેમનું મહત્વનું સ્થાન હશે. અન્યથા ગણના મુખિયા ચેકની બહેન સાથે સિદ્ધાર્થને વિવાહ કેવી રીતે સંભવે ? આ ચેટક, તેની બહેન અને પુત્રીઓના વૈવાહિક સંબંધ જતાં અત્યંત પ્રભાવશાળી હશે એમ જણાય છે. અને આથી ઘણું વિધાનોનું માનવું છે કે ભ.મહાવીરને ધર્મપ્રચારમાં એ સંબંધને કારણે સરલતા થઈ હશે. પરંતુ રાજા ચેકનો આ પ્રકારને સંબંધ જણાવતી કથાઓ પ્રાચીન નથી એ પણ ધ્યાનમાં લેવું જરૂરી 1. Law, Some Kshatriya p. 121 ૨. આ બસુડ આજે તિરહુત જિલ્લામાં ગણાય છે. આ તિરહુતનું જૂનું નામ તીર હતું. અને ચઉપૂનમાં(પૃ. ૨૭૦) તો સ્પષ્ટપણે રાજા સિદ્ધાર્થને એક ઠેકાણે તીરગરીને રાજા કહ્યો છે. આગળ જઈ ‘વિમુત્તપિટિવ ટપુ એમ જણાવ્યું છે. ત્યાં નિજભકિતને બદલે મુત્તિ વધારે સંગત જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy