SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરચરિત મીમાંસા આચાય. હેમચંદ્ર સમ્યકત્વોપનો ઉલ્લેખ નથી કર્યાં. માત્ર હિંસાથી અવિરત અને મહાર...ભી, મહાપરિગ્રહી હોવાને કારણે તે સાતમી નરકમાં તો તેમ જણાવ્યુ છે. ત્રિષષ્ઠિ. ૧૦.૧.૧૦૮–૧૮૧); જ્યારે ગુણચન્દ્ર ‘પથિક્ષમત્ત મળો સ્પષ્ટપણે કહ્યુ છે. ૫૦ આનું કારણ એ પણ હોઇ શકે કે જૈન પર પરામાં મહારભી અને મહાપરિગ્રહી તેને કહેવાય છે જે મિથ્યાલી હોય. તેથી આચાય હેમચન્દ્રને સમ્યકત્વ પરિગલનના નિર્દેશ જરૂરી ન જણાયા હોય. આ પ્રસંગ આચાર્યં હેમચન્દ્રે ગુણુચન્દ્રના મહાવીરચરિયમાંથી લીધા છે તે અહી નોંધવુ જોઇએ (મહાવીરચરિય પૃ. ૬૨.) જૈન કથામાં વાસુદેવ —નારાયણ જે અધ'ચક્રી છે તેને મરીને નરકમાં જ જવાનું અને જે ચક્રવતી છે તેને માસે જવાની પણ શકયતા-આવા અસમ જસ જાતા નિરૂપણ પાછળનું રહસ્ય એ જણાય છે કે જૈન મહાપુરુષોની કથામાં વાસુદેવેાની યોજના વાસુદેવના ચરિતની મહત્તાને જ લઈને થઈ છે અને એ તો નિશ્રિત છે કે કૃષ્ણવાસુદેવ તા વૈદિકાના આરાધ્યદેવનું સ્થાન પામ્યા છે. આથી જૈન એ મહાપુરુષને પોતાની પુરાણકથામાંથી બાકાત રાખી શકે એવ સ્થિતિ હતી નહિ. પરંતુ સાથે-સાથે વૈદિકો સાથેને સધ` પણ હતા જ. આથી મહાપુરુષોની હારમાળામાં વાસુદેવાને સ્થાન આપ્યું. એટલું જ નહિ પણ પ્રથમ વાસુદેવને ભ. મહાવીરના પૂ`ભવમાં ગણાવ્યા અને તેને નરકમાં મોકલ્યા પછી જ તેમના ઉદ્ધાર થયે. આ જ ન્યાયે કૃષ્ણવાસુદેવે પણ નરકમાં જઇ તે પછી જ પોતાના ઉદ્ધાર શેખવા રહ્યો. આમ સાંપ્રદાયિક સધાઈ અને લૌકિક મહત્તા આ બન્નેના સમન્વયમાંથી વાસુદેવે નરકમાં જવું જ જોઈએ-એ માન્યતા જન્મી હોય એમ સભાવના થઈ શકે છે. રોષપૂર્વ ભયેા – તીથ કર-નામકર્માંનો બ"ધ ત્રિપૃષ્ઠ પછીના ભવે કથાદષ્ટિએ બહુ મહત્ત્વના નથી. માત્ર પ્રિયમિત્ર ચક્રવતી થયા અને જૈન દીક્ષા લીધી. તે પછીના જે મનુષ્યભવો થયા છે તે બધામાં તે દીક્ષા લે છે એ વિશેષતા છે. અને અનેક ભવેાની જૈન દીક્ષાને પરિણામે તે પોતાની ઉન્નતિ સાધી શકે છે તેટલુ એમાંથી ફલિત થાય છે. વળી બીજી વિશેષતા એ છે કે આવશ્યકચૂર્ણિમાં જણાવ્યુ છે તે પ્રમાણે નંદનના ભવમાં તે તીથ કરનામગાત્ર નામનુ કમ બાંધે છે જેને કારણે વધમાન ભવમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy