SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભવો તે તીર્થકર બને છે (આ. ચૂ. પૃ૦ ૨૩૫). પણ ધ્યાન દેવા જેવી વાત એ છે કે આ. નિમાં નંદનના ભવની જ્યાં ચર્ચા છે ત્યાં તીર્થકર નામગોત્ર બાંધ્યા વિષેને ઉલ્લેખ નથી. પરંતુ દેવલેકમાં જઈ બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થાય છે તેના નિદેશ પછી માત્ર તીર્થકર નામગોત્રનાં જે વીશ કારણ છે તે ગણવ્યાં છે (આ. નિ. ૩૩૪-૩૩૭). ત્યાં એ પણ જણાવ્યું છે કે એ કારણોમાંથી બધાં જ કારણોની આરાધના અંતિમ તીર્થકરે કરી છે. ખરી વાત એવી છે કે આ કારણ–નિદર્શક ગાથા ઋષભચરિતમાં આવી જ ગઈ છે (આ. નિ. ૧૭૨–૧૭૫; વિ. ૧૫૮૨૧૫૮૫; આ. નિ. હ૦ ૧૭૯-૧૮૨) એનું અહીં પુનરાવર્તન કર્યું છે. આ - ગાથાઓ જે ક્રમમાં આવી છે તે કમ જે નિયુક્તિકારને પણ અભિપ્રેત હોય તો તીર્થકર નામકર્મને બંધ વધમાન મહાવીરના ભવમાં થયે એવું -આવશ્યકનિયુક્તિકારને અભિપ્રેત હોય એમ અનુમાન કરી શકાય. અને જે એમ માનીએ કે ઋષભચરિતની વીશ કારણદર્શક ગાથાઓ માત્ર કોઈ સંપાદકે અહીં મૂકી હોય તે એમ માનવું પડે કે આવશ્યકનિયુક્તિકારની સમક્ષ તીર્થકર ગેત્રને બંધ ક્યારે થયે તે બાબતની કઈ પરંપરા હતી નહિ તેથી તે બાબતમાં તેમણે મૌન સ્વીકાર્યું છે. એટલું ચોકકસ કે એ ગાથાઓની પૂર્વમાં કે પછી આવશ્યકનિયુક્તિમાં તેમને સંબંધ જણાવવામાં આવ્યું નથી, જેથી તે કારણોને સંબંધ ભ. મહાવીરના કોઈ એક ભવ સાથે નિશ્ચિત પણે જોડી શકાય. ઉત્તર પુરાણમાં શેષ ભવોની ચર્ચા પ્રસંગે એવી શમા સિંહભવમાં એક મુનિ તે સિંહને તેના પૂર્વભવોની યાદ આપી ઉપદેશ આપે છે અને દશમે ભવે તું તીર્થ કર થવાને છે એવી આગાહી પણ કરે છે (૭૬-૨૦૪). આ સાંભળી તે સિંહ અઠ્ઠાવંત બની શ્રાવકવ્રતાનો અંગીકાર કરે છે (૭૪.૨૦૮). ઉત્તરપુરાણમાં નંદ નામને જે કર ભવે છે. તેમાં તે તીર્થંકર-નામકમ બાંધે છે. તેમાં તીર્થંકર નામપ્રકૃતિનાં ૨૦ કારણને બદલે ૧૬ કારણ હોવાને ઉલેખ છે (ઉ.૨૫). આચાર્ય ગુણચન્દ્રના મહાવીરચરિયમાં શેષ ભવે માટે જુઓ પ્રસ્તાવ ૩, પૃ. ૬૩થી. ૧. ગાથા ૩૩૨, ૩૩૩; વિ. ૧૭૯૮-૯૯, આ. નિ. હ૦ ૪૯-૫૦ હરિભદ્ર નંદનના ભવની ચર્ચામાં તેણે તીર્થંકર-નામગોત્ર કર્મ બાંધ્યાનો ઉલ્લેખ નથી કર્યો. ૨. પઉમરિયા (૨૦૧૬) અને પાચરિત (૨૦.૨૩)માં સુનંદનામ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy