SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભ મુખ્ય જે મહવનું સૂચન ચઉપનામાં છે તે એ કે આ ભવમાં તેનું સમ્યકત્વરત્ન ગલિત થઈ ગયું. અને તે નરકે ગયે. ચૂર્ણિમાં સમ્યકત્વ ગલનની કોઈ વાત છે નહિ. ઉત્તરપુરાણમાં ત્રિપૃષ્ઠની કથામાં આ બાબતનો ઉલ્લેખ નથી પરંતુ તે પછીના સિંહ”ના ભવમાં તે જ્યારે શિકાર કરી હરણ આરોગી રહ્યો હતો ત્યારે એક ચારણમુનિ તેને ઉપદેશ આપે છે. તે પ્રસંગે તે મુનિ તેને કહે છે કે ત્રિપૃષ્ઠના ભવમાં તે ઘણા વિષયભોગ ભોગવ્યા અને છતાં અસંતુષ્ટ જ રહ્યો અને તે ભવમાં તું “aja aáાર:' હતો તેથી તું નરકમાં ગયો હતે. (ઉત્તર પુરાણ ઉ૪.૧૮૨). ઉત્તરપુરાણની ત્રિપૃષ્ઠકથા કવિત્વવાળી અને પ્રસંગોને ઉઠાવ ઘણો સુંદર છતાં તેમાં નવી હકીક્ત મળતી નથી. છતાં પણ તેને ઝોક પૂર્વ-પૂર્વ ભવના સાથી કે શત્રુને ઉત્તર-ઉત્તર ભવમાં તે ક્યાં કેવી રીતે ગ્યા અને પરસ્પરને શત્રુભાવ કેવી રીતે ઘટાડો કે વધાર્યો–આવી યોજનાનું સંકલન તે ઉત્તરપુરાણમાં વિશેષરૂપે થયું છે એમ કહી શકાય. વળી વાસુદેવ સાથે સંબદ્ધ રનોની સંકલના પણ કથામાં કરવામાં આવી છે તેથી સ્ત્રીરત્ન તેણે કેવી રીતે ક્યાંથી પ્રાપ્ત કર્યું એની સૂચના ઉત્તરપુરાણમાં છે. (-૩૫-૧૫૫). ઉત્તરપુરાણની જેમ જ મહાવીરચરિયમાં પણ સિંહને વિશાખનંદીને ભવ બતાવવામાં આવ્યો છે. (પૃ. ૪૪) આચાર્ય હેમચંદ્ર ત્રિપૃષ્ઠની કથામાં આવશ્યકચૂર્ણિનું અનુસરણ કર્યું છે પણ એક પ્રસંગ ઉમેર્યો છે જે ચૂર્ણિમાં ત્રિપૃષ્ઠના ચરિતમાં જોવામાં આવતું નથી, અને તે આ પ્રમાણે છે. એકવાર ત્રિકૃચ્છે પિતાના શવ્યાપાલકને આજ્ઞા કરી કે હું ઊંઘી જાઉં ત્યારે સંગીતને સ્થગિત કરાવી દેવું. પરંતુ સંગીતમાં લુબ્ધ થયેલ શય્યાપાલકે રાજા ઊંઘી ગયે છતાં સંગીત કરનારનું વિસર્જન કર્યું નહિ. વચ્ચે રાજા જાગી ગયે એટલે તેણે શવ્યાપાલકને પૂછયું કે શા માટે સંગીત બંધ નથી કરાવ્યું. અને જ્યારે તેણે જોયું કે સંગીતના લેભે તેણે સંગીત ચાલુ રહેવા દીધું હતું ત્યારે ત્રિપૃષ્ણે સવારે તે શવ્યાપાલકના કાનમાં સીસું રેડાવ્યું. १. "तस्स य अतिबल परक्कमत्तणओ अवमण्णियसेस्सप्युरिसस्त अइकूरज्झबसाइणो mરિ નમૂત્તરાય) ર૩. પૃ. ૨૦૨ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy