________________
૪૬
મહાવીરચરિત મીમાંસ
'તે જ કાળે મહામંડલી અધગ્રીવ નામને રાજા હતો. તેણે નિમિત્તકને પિતાના મૃત્યુ વિષે પૂછયું કે મારે કોનાથી ભય ઊભો થવાનો છે ? જવાબ મળે કે જે આ સિંહને મારશે અને ચંડમેઘદૂતને પરાસ્ત કરશે તેનાથી તારે મૃત્યુનો ભય છે. તેણે સાંભળ્યું હતું કે પ્રજાપતિના પુત્ર મહાબલી છે. અને નૈમિત્તિકે પણ એમ કહેલું એટલે તેણે પ્રજાપતિ પાસે પિતાને દૂત મોકલે. દૂત રાજા પાસે આવ્યું ત્યારે પ્રજાપતિના અંતઃપુરમાં પ્રેક્ષક -નાટક ભજવાઈ રહ્યું હતું. રાજા ઊભ થઈ ગયો અને નાટક બંધ કરવામાં આવ્યું. રાજકુમાર નાટક પ્રત્યે આકૃષ્ટ હતા. તેમણે પૂછ્યું કે આ વળી કેણ આવ્યા ? જવાબ મળ્યો કે એ તે અશ્વગ્રીવને દૂત છે. તેમણે પોતાના માણસોને કહી રાખ્યું કે જ્યારે તે રવાના થાય ત્યારે અમને ખબર આપવી. રાજાએ દૂતને પુરસ્કાર આપી રવાના કર્યો એટલે રસ્તામાં જ કુમારોએ તેને માર મારી બધું લૂંટી લીધું. તેની સાથેના માણસો ભાગી ગયા. પ્રજાપતિને આની ખબર પડી એટલે તેણે દૂતને ત્રણ ચાર ગણું આપી કહ્યું કે આ વાતની અશ્વગ્રીવને ખબર ન પડે. પરંતુ દૂતના માણસોએ અગ્રીવને ખબર આપી જ દીધા હતા અને તે ગુસ્સે થયા હતા. તે જ્યારે જાયું કે અશ્વગ્રીવને તે બધી ખબર પડી જ ગઈ છે. ત્યારે તેણે પણ ખરી હકીકત કહી દીધી. રાજાએ ફરી પ્રજાપતિ પાસે દૂત મોકલ્યો અને કહેવરાવ્યું કે “મારા શાલિની ખેતી થતી હોય તેવી ત્યારે રક્ષા કરે.” દૂત પાસેથી આ સમાચાર સાંભળીને પ્રજાપતિએ કુમારોને ઠપકો આપ્યો કે શા માટે અકાળે મૃત્યુને આમ છે ? આપણે વારો નથી છતાં આપણને શાલિ રક્ષણને આદેશ મળ્યો છે. રાજાએ તે પ્રધાનની તૈયારી કરી પણ કુમારોએ તેમને રોક્યા અને હડથી તેઓ જ છે. ત્યાં ખેતરને રક્ષકોને પૂછયું કે અન્ય રાજાઓ કેવી રીતે રક્ષા કરે છે અને કેટલે સમય? જવાબ મળે કે અશ્વ, હસ્તી, રથ અને પુરુષના પ્રકાર બનાવીને જ્યાં સુધી ધાન રાપાઈ જાય ત્યાં સુધી રક્ષા કરવાની હોય છે. નિષ્ઠમારે કહ્યું : “એમ રાહ જોવાની શી જરૂર ? મને તે પ્રદેશ દેખાડો ક્યાં એ સિંહ રહેતો હેય.” તેઓએ તે ગુફા દેખાડી જ્યાં સિંહ રહેતો હતો. એટલે ત્રિપૃષ્ઠ રથમાં બેસી મુકામાં
૧. જુઓ મહાવીરચરિય–પૃ. ૪૪ ૨. વાત એમ હતી કે ખેતરમાં એક રંજાડી સિંહ આવતા અને માણસને
મારી ખાતો, જેથી ખેતી થઈ શકતી ન હતી. તેથી અશ્વીને પિતાના ખંડિયા રાજાઓને રક્ષા માટે વાર બાંધી આપો હતો. (મહાવીરચયિપૃ. ૪૪, ૪૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org