________________
મહાવીરચરિત મીમાંસા
પરિવ્રાજકે એ જૈનધર્મના શિથિલાચારીઓ છે એવું બતાવવાને આ પ્રયત્ન છે. ભ.મહાવીરના જીવનમાં ગર્ભપહરણની ઘટના પ્રથમ કે મરીચિને ભ.મહાવીરના પૂર્વભવ તરીકે વર્ણવો એ પ્રથમ-એ નક્કી કરવું મુશ્કેલ છે. પણ એટલું તે ચક્કસ કે મરીચિ વિષે ઋષભ જે ભવિષ્યકથન કરે છે તેવી ભવિષ્યકથનની પ્રક્રિયા જૈન-બૌદ્ધ બનેમાં સમાન છે. ભગવાન ગૌતમબુદ્ધ વિષે પણ પ્રથમ બુદ્ધ દીપકરબુદ્ધ આગાહી કરે છે કે એ બુદ્ધ થશે. તે જ પ્રમાણે પ્રથમ તીર્થકર ઋષભ મહાવીર વિષે આગાહી કરે છે.
બમણું અને બ્રાહ્મણનો સંઘર્ષ જૂનો છે. અને તે સંઘર્ષને પણ ભ.મહાવીરના ગર્ભાપહરણની ઘટના સાથે જોડીને એક તરફ બ્રાહ્મણકુળને હલકું બતાવવા પ્રયત્ન કર્યો તે બીજી તરફ કુલાભિમાન ન કરવું–એવો ઉપદેશ આપે. મરીચિએ પિતે તીર્થકર, ચક્રવતી અને વાસુદેવ થવાને છે તે સાંભળી કુલાભિમાન કર્યું તે ઘટના પણ સર્વ પ્રથમ નિયુક્તિમાં જ મળે છે.
| જિનસેનના મહાપુરાણમાં આવશ્યકનિયુક્તિની જેમ જ મરીચિને અવભને પૌત્ર કહ્યો છે. તેણે ઋષભ પાસે દીક્ષા લીધી પણ કઠિન તપસ્યામાર્ગ સહન ના થવાથી તે પણ પરિત્રાજક વેશધારી બની ગયો હતો અને તેણે જ યોગાસ્ત્ર અને કાલિશાસ્ત્રનું પ્રવર્તન કર્યું છે એમ તેમાં જણાવ્યું છે. (૧૮.૬૧-૬૩) વળી એમ પણ જણાવ્યું છે કે અન્ય પરિવ્રાજક પ્રાયશ્ચિત્ત કરી પુનઃ નમુનિ થયા પરંતુ મરીચિએ તેમ ન કર્યું. (૨૪.૧૮૨) પરંતુ તેમાં ઋષભ દ્વારા ભાવી તીર્થંકર વિષેની કોઈ આગાહી કરવામાં આવી નથી. અને મરીચિને ભ. મહાવરના પૂર્વભવરૂપે પણ જણાવ્યું નથી. કારણ એ જણાય છે કે દિગંબરમાં ગર્ભપહરણની ઘટના છે જ નહિ. તેથી મરીચિના કુલાભિમાન વગેરેની ઘટના તેમાં સ્થાન ન પામે તે સ્વાભાવિક છે.
પણ એટલી વાતમાં આવ. નિ. અને મહાપુરાણની એકમતિ છે કે પરિવાર કેને ધર્મ અને સાંખ્યશાસ્ત્રની પ્રવર્તાના માટે મરીચિ જવાબદાર છે. આ બન્ને પરંપરામાં પ્રાચીનકાળથી ચાલી આવતી હકીકત હશે તેથી બનેમાં સમાન ભાવ જોવા મળે છે.
આવશ્યકનિયુક્તિમાં વિશ્વભૂતિને મહાવીરને પૂર્વભવ બતાવી તે પછી ત્રિપૃષ્ઠ વાસુદેવરૂપે પણ એક પૂર્વભવ ગણાવ્યું છે. ઉત્તર પુરાણમાં ગુણભટે એ
૧. જુઓ પાલિ પર-નેમ્સમાં “બુદ્ધ’, ‘દીપકર’, ‘સુમેધ” શબ્દ. જાતક કથા
(જ્ઞાનપીઠ) પૃ. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org