SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરચરિત મીમાંસા આવરવા માટે છત્રનો ઉપયોગ કરીશ. આ શ્રમણો જેડા વાપરતા નથી, હું વાપરીશ. આ શ્રમણો વેતામ્બર અથવા તે દિગંબર છે પણ હું તો ધાતુથી રંગેલાં કપડાં પહેરીશ; કારણ હું અંદરથી કવાયથી રંગાયેલ છું જ. આ શ્રમણો પાપભીરુ છે તેથી બહુજીવથી સમાકુળ જલને ઉપયોગ કરતા નથી પણ હું તે પરિમિત જલ સ્નાન અને પાન માટે વાપરીશ. આ પ્રમાણે તેણે પિતાની મતિથી કલ્પના કરીને નવા પ્રકારના સાધુવેશનો સ્વીકાર કર્યો અને પરિવ્રાજક ધમની પ્રવર્તન કરી. તેના આવા નવા વેશને જોઈને લોકો તેને ધર્મ વિષે પૃચ્છા કરતા તે તે યતિઓના–શ્રમણોના ધર્મની જ વાત કરતો પણ સાથે પોતાના મનની કમજોરી પણ પ્રદર્શિત કરતું હતું કે તે ધર્મ ઉત્તમ છતાં મારી શક્તિ બહારનો છેતેથી મેં આ પ્રકારે વેશનો સ્વીકાર કર્યો છે. કોઈ ત્યાગની ભાવના પ્રદર્શિત કરતું તો તેને ભગવાન ઋષભ પાસે જ મોકલતે અને એ રીતે તે ભગવાનની સાથે જ વિહાર કરતો હતો. એકવાર રાજા ભરતે ભગવાન ઋષભને પૂછયું કે આ સભામાં એ કોઈ છે જે ભારતવર્ષમાં તીર્થકર થશે ?૪ એ સભામાં એક ખૂણામાં આદિપરિવ્રાજક એવો મહાત્મા સ્વાધ્યાય અને ધ્યાનમાં રત મરીચિ જે ઋષભના પૌત્ર હતો. તે હતે. જિને તેને નરેન્દ્રને દેખાડ્યો અને કહ્યું કે જુઓ આ વીર નામે છેલ્લા ધર્મચક્રવતી થશે. વળી દશારને આદિકર એટલે કે વાસુદેવોમાં પહેલે ત્રિપૃષ્ઠ નામે પતના નગરીને અધિપતિ થશે અને તે જ વળી વિદેહવર્ષમાં પ્રિય મિત્ર નામે મૂકાનગરીમાં ચક્રવતી થશે.' આ સાંભળીને રાજા ભરતે રોમાંચ અનુભવ્યો અને પિતાની આજ્ઞા લઈને મરીચિને અભિવંદન કરવા ગયે. વિનયાવનત થઈને તેની ત્રણવાર પ્રદક્ષિણા કરીને તેની મધુરવચન વડે સ્તુતિ કરવા લાગે–તે તો ઘણું સારે લાભ લીધો છે, ૧. આચાર્ય ગુણચન્દ્રના મહાવીરચરિયમાં પણ ઉપર જણાવેલ જૈન શ્રમણ અને પરિવ્રાજકના વેશ વગેરેની ભેદરેખા જણાવીને મરીચિએ પરિવ્રાજક ધર્મની પ્રવર્તાના કરી એમ સ્પષ્ટ જણાવ્યું છે–પૃ. ૧૪; ૨.૮૪, પૃ. ૧૫. ૨. આ વાતને વિસ્તાર મહાવીરચરિયમાં છે. ૨.૮૯ ff. - ૩. આ. નિ. ૨૭૪; વિ. ૧૭૧૩, ૧૭૨૧; આ.નિ. ર૭૭-૨૮૮; વિ. ૧૭૨૨ –૧૭૩૩; આનિ હ. ૩૫૦-૩૬ ૧. ૪. વિ. ૧૭૬૭; મહાવીરચરિય ૨. ૧૨૪, પૃ. ૧૮ ૫. આ. નિ. ૩૦-૩૬; વિ. ૧૭૬૪–૧૭૭૦; આ.નિ.હ. ૪૨૨-૪૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy