SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરચરિત મીમાંસા આચાય. ગુણચંદ્રના ‘મહાવીરચરિય’માં પ્રાર’ભમાં પૂર્વ ભવાના સક્ષેપ આપ્યા છે અને પછી ક્રમે વન છે. તેમાં નયસારને ગ્રામચિંતક કહ્યો છે. તેના સ્વભાવના વનમાં ગુણભદ્રથી જુદી જ રીતે ગુણુ་ન કરાવ્યું છે. તેને વિશિષ્ટ આચારના પાલનકર્તા, ધર્મશાસ્ત્રના શ્રવણથી યાપાદેયને જાણનાર, ગંભીર, પ્રકૃતિથી સરલ, વિનીત, પ્રકૃતિથી પરેપકારપરાયણ જેવાં વિશેષણાથી નવાજ્યા છે. પૃ॰ ૩અ. ૨૮ આચાય જિનકે ગ્રામચિ તકની કથાનાં ખીન્ને સૂચવ્યાં હતાં તે ખીજોને લઈને આચાય' ગુણચંદ્રે એક કવિને શાબે એ રીતે ગ્રામચિતક નયસારની કથાને ‘મહાવીરચરિય’માં ગૂંથી છે. અને એને જ સાર આચાય હેમચંદ્રે આપ્યા છે. તે સ્પષ્ટ છે. તુલના કરો મહાવીરચરિય, પૃ૦૨-૭; ત્રિષ૦ ૧૦.૧. ૧-૨૪. અહી’ એ નોંધવું જરૂરી છે કે ભ. મહાવીરચરિતમાં પૂર્વજન્મનાં કૃત્યોનુ ફળ જીવ કેવી રીતે પામે છે તે બતાવવાના ઉદ્રાથી જન્મજન્માન્તરમાં પાત્રોને સબધ જોડી આપવાની પ્રવૃત્તિ ‘મહાવીરચરિય’ અને ઉત્તરપુરાણ'માં વિશેષરૂપે અપનાવ વામાં આવી છે. આચાર્ય હેમચંદ્ર પણ ગ્રામચિંતકનું નામ નવસાર આપ્યું છે. અને અકૃત્યથી પરાહ્મુખ આદિ સદ્ગુણાતા ધણી જણાવ્યા છે.-ત્રિવ૦ ૧૦, ૧. ૧-૨૪. ગુણભદ્રના પુરૂરવા દુર્ગુણ પ્રધાન છે, જ્યારે ગુણચંદ્ર હેમચન્દ્રનો નયસાર ગ્રામચિંતક સદ્ગુણી છે-આ પ્રમાણે બન્નેની પાત્રસૃષ્ટિ જુદી પડે છે તે કે વ્યક્તિ એક જ છે. પઉમરિયમાં (ઉદ્દેશ ૨૦મો) ચોવીશે તીકાના પૂર્વભવેની હકીકતા આવે છે પણ તે તીથંકર પૂર્વના બે ભત્રેાના--- એક દેવભવની અને તે પૂના મનુષ્યભવની. આથી તેમાં જે હકીકત મળે છે તે એ કે ભગવાન મહાવીર પૂર્વ ભવમાં છત્તાયારનગરીમાં (૨૦–૧૦) સુનદ નામે હતા અને તેમના ગુરુ પાટિલ હતા (૨૦.૨૧). આ સુનંદ મરીને પુષ્પત્તર વિમાનમાં ગયા અને ત્યાંથી આવી વર્ધમાન થયા (૨૦.૨૪). આમ વમાન પહેલાંના માત્ર એ ભગાની ચર્ચા તેમાં છે. પરંતુ ગ્રામચિંતકના ભવતી કે તેમાં સમ્યકત્વપ્રાપ્તિની કોઈ ચર્ચા પઉમરિયમાં નથી તે ધ્યાનમાં રાખવા જેવું છે. વળી ઋાભ પાસે દીક્ષા લાંધાના મરીચિનો ઉલ્લેખ પઉમચરિયમાં આવે છે. પર ંતુ તે મહાવીરનો પૂર્વભવ છે કે ઋષભને તે પૌત્ર છે એવી કોઈ સૂચના પઉમરિયમાં નથી. આથી જણાય છે કે મરીચિના સબંધ ભ. મહાવીર સાથે હતો તેની પઉમરિયના કર્તાને જાણ નથી. ૧. ૧૫-૨૬, પૃ૦૧-૨ ૨. વિશેયા ૧૫૪૮-૪૯ 3 પઉમચરિય ૧૧.૯૪; ૮૨.૨૪, ૨૬, ૧૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy