SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરચરિત મીમાંસા અહીં ભગવાનને “તીર્થકર કહ્યા નથી તે સૂચક છે. પાલિ દીઘનિકાય. જેવા ગ્રંથમાં “તિથર” શબ્દ વપરાય છે પરંતુ અહીં નથી વપરાય તે પાલિ પિટક કરતાં આચારાંગના પ્રથમ શ્રુત-સ્કધને પ્રાચીન ઠરાવે છે. મુળના વરેં (૧૫૩, ૧૫૯)માં સ્પષ્ટ રીતે ભ. મહાવીરને ‘મુનિ' કહ્યા છે. ‘હિં માવંતા (૧૨૬)થી સમાનધમાં અનેક અરિહતિની સૂચના આપી છે. ઉપરાંત ત્રણે કાલના પણ જણાવ્યા છે. તેથી જ્યારે આ સંકલિત થયું ત્યારે અતીતકાળમાં પણ સમાનધમી અરિહંત થયા છે તેવી માન્યતા સ્થાપિત થઈ ગઈ હતી તે સૂચિત થાય છે.–બૌદ્ધ ધર્મના સ્થાપક માટે પણ “અરહંત' વિશેષણ વપરાયું છે. મૂળે તે આ શબ્દ વૈદિક કાળથી માના પૂજ્ય પુરુષ માટે વપરાતું હતું. તે બધા ધર્મના અનુયાયીઓએ અપનાવ્યું છે, પરંતુ શ્રમણ. ધર્મોએ તેને વિશેષ પ્રયોગ પિતાના પૂજ્ય પુરુષો માટે કરવા માંડ્યો એટલે કાળક્રમે. વૈદિક પરંપરામાં એ શબ્દ પ્રયોગ મહાપુરુષો માટે વપરાવો બંધ થઈ ગયું અને શ્રમણોના મહાપુરુષોને જ તે બોધક બની ગયો. ‘ હિં' (૧૯૨૬)-ક્ષેત્રજ્ઞ” એ વિશેણ પણ ઉપદેશ માટે અહીં અને પછી પણ જોવા મળે છે. રાહળ’ની જેમ વયવી' (વેદવિત ) એ વૈદિક આર્યોમાં જ્ઞાની પુરુષ માટે વપરાતે શબ્દ પણ જેનો પિતાના મહાપુરુષો માટે જવાનું ચાલુ રાખ્યું હતું. તેની પણ સાક્ષી આચારાંગ (૧૩૯) પૂરે છે. અને તે જ પ્રમાણે “માuિfé g” (૧૪૬, ૧૮૭, ૨૦૭)માં પોતાના માને “આય” કહેવાનું પણ પૂર્વપરંપરાને અનુસરીને ચાલુ રહ્યું છે. પણ પછી ક્રમે કરી આ વિશેષણ કવચિત જ જોવા મળે છે. આવું જ એક બીજુ વિશેષણ પ્રજ્ઞાવાળા માટે “મહેસી’–મહર્ષિ પણ, વપરાયું છે જે પૂર્વપરપરાનું અનુસરણ છે (૧૬ ૦) અને તે પણ ક્રમે કરી લુપ્ત થઈ ગયું છે. “ઢાવી' (૧૯૧) “નામં” (૧૩૯, ૧૬૦, ૧૮૮) જેવાં વિશેષણ પણ ઉપદેશકે માટે વપરાય છે, પણ તે પણ કાળક્રમે ગૌણ બની ગયાં છે. પછીના કાળે પણ જે વિશેષણ ચાલુ રહ્યું છે તે છે “નિr” (૧૬૨). પણ તે પણ આચારાંગમાં વિશેષરૂપે ભ. મહાવીર માટે વપરાયું નથી પરંતુ સામાન્ય રીતે વપરાયું છે તે સૂચક છે. એકાદ વાર “શાસ્તા –(Bરથમવ-૧૮૮) વપરાયું છે ૧. “રતિથિયા’ આ શબ્દ સૂત્રકૃ૦ ૧૬.૧માં વપરાયેલ છે. ૨. જુઓ પાલિકોશ (P.T.S.) “અરહંત' શબ્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy