________________
ભગવાન મહાવીરના પ્રાચીન વ કે
આચારાંગ—પ્રથમ શ્રુતસ્કંધ
તીથકર મહાવીર વિશેની પ્રાચીનતમ સામગ્રી આચારાંગના પ્રથમ શ્રુતસ્ક છે. તેમાં પ્રારભનાં અધ્યયામાં તેમણે આપેલા ઉપદેશનું સંકલન છે અને અંતિમ અધ્યયનમાં તેમણે કરેલ સાધનાનુ ચિત્ર છે. આ બેને આધારે તેમના સાધકજીવનના વન પ્રસંગે અને ઉપદેશકજીવનના વનપ્રસ ંગે તેમને વિશે આચારાંગના સકલલિયતાએ કેવાં કેવાં વિશેષણો વાપર્યા છે. તેને વિચાર અહીં કરવે છે.
૧૩:
સાધના વર્ણનમાં
સાધનાકાળમાં ભગવાન મહાવીર પોતાને ભિક્ષુ' – ભિક્ષુ કહેતા એવે સ્પષ્ટ નિર્દેશ મળે છે. (૯. ૨. ૧૨). તેમના કુળને પરિચય આપતા નિર્દેશ ‘નાયપુત્ત’ (૯. ૧. ૧૦) કે ‘નાયસુય' (૯. ૧. ૧૦) એમ મળે છે, જે તેમને નામદક ખની ગયા છે. આથી તેએ જ્ઞાત કે જ્ઞાતૃ કુળના હતા તેમ જાણી
શકાય છે.
માત્ર ‘gf' (૯. ૧; ૯, ૨૦) એવુ' વિશેષણુ પણ જોવા મળે છે, જે શ્રમણામાં જે સાધક હાય તેને માટે સામાન્યરૂપે વપરાય છે.
આચારવંત પુરુષોને ‘માહણુ' – બ્રાહ્મણ કહેવાનું શ્રમણા પસંદ કરતા તેની સાક્ષી બૌદ્ધ ધમ્મપદ અને જૈનાનુ ઉત્તરાધ્યયન આપે છે. ધમ્મપદમાં ‘બ્રાહ્મણવર્ગી’ (૨૬)માં ભ. મુદ્દે બ્રાહ્મણુ કાણુ કહેવાય તેની વિસ્તૃત વ્યાખ્યા આપી છે. તે પ્રમાણે વણુ` કે જન્મથી નહિ પણ ગુણથી શ્રાહ્મણુ કહેવાય તે તેમને અભિપ્રેત છે. એ જ પ્રમાણે ઉત્તરાધ્યયનમાં પણ જાતિથી બ્રાહ્મણની અપેક્ષાએ મુનિને વધારે મહત્ત્વ અપાયુ છે, અને જાતિવાદને નિરાસ કરી તપ અને અન્ય સદાચારયુક્ત ચાંડાલ મુનિનુ' જાતિથી બ્રાહ્મણ કરતાં વધુ મહત્ત્વ સ્વીકારાયું છે. એટલુ` જ નહિ પણ સાચા આધ્યાત્મિક યજ્ઞનું સ્વરૂપ શુ હેવું જોઈએ તેની પણ ચર્ચા છે (ઉત્ત॰ અ. ૧૨). અને ધમ્મપદની જેમ જ સદાચારીને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ, જન્મથી કાઈ બ્રાહ્મણુ એવુ` કહી શકાય નહિ – આ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી છે (ઉત્ત૦ ૨૫). આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનું નામ છે ‘બ્રહ્મચ’. આમાં શ્રમણાને આચરવાના ધર્માંતા ઉપદેશ છે. આથી બ્રહ્મચર્યને કારણે જ કોઈ ને બ્રાહ્મણ કહી શકાય અન્ય કારણે નહિ આવી માન્યતા શ્રમણેામાં હશે. તેના પડધા ઉત્તરાધ્યયન પણ પાડે છે——
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org