________________
ભગવાન મહાવીરને પ્રાચીન વર્ણ કે શ્રમણ ધર્મના નાયક, તીર્થંકરનાં વર્ણનમાં જે કેટલાંક વિશેષણ વપરાયાં છે તેમાંનાં સર્વસાધારણ છતાં કેટલાંક તે તે શ્રમણ સંપ્રદાયમાં વિશેષ ગ્રાહ્ય બન્યાં અને તેમ બનતાં અન્ય સંપ્રદાયમાં તેવાં વિશેષણોનો ઉપયોગ કમે હાસને પામ્યા એમ દેખાય છે. આ હકીક્તની પુષ્ટિ ભ. મહાવીર માટે વપરાતા વર્ણકે ઉપરથી પણ ફલિત થઈ શકે છે. પ્રસ્તુતમાં તે ભ. મહાવીર વિશે કાળક્રમે કેવાં કેવાં વિશેષણ વપરાયાં અને તેમાંથી કાળક્રમે કેટલાંક નામ જેવાં બની ગયાં તેની તારવણી કરવાનું ધ્યેય રાખ્યું છે.
અરિહંત, અહંત, બુદ્ધ, જિ. વર, મહાવીર, તથાગત, આ બધા મૂળે તે કોઈ પણ એક જ સંપ્રદાય સાથે સંબદ્ધ હોય એવા નથી, પરંતુ સામાન્ય શબ્દ છે જેનો ઉપયોગ ગમે તે સંપ્રદાયના પુરુષ માટે થતો. પરંતુ કાળક્રમે આ શબ્દો જાણે કે શ્રમણોને ઇજા હોય એવા બની ગયા. અરિહંત કે આત શબ્દો ભ. બુદ્ધ કે મહાવીર પહેલાં પણ વપરાશમાં હતા. પરંતુ તે બન્નેના થયા પછી એ શબ્દો બ્રાહ્મણ–કે વૈદિક પરંપરાના કોઈ પણ આરાધ્ય માટે સામાન્ય રીતે વપરાતા નથી. તે જ રીતે બુદ્ધ શબ્દ કેઈ પણ જ્ઞાની માટે વપરાતો પરંતુ ભ. ગૌતમ બુદ્ધના થયા પછી એ શબ્દ તેમના વિશેપનામ જેવો બની ગયો અને ભ. મહાવીર માટે તે શબ્દ વપરાવા છતાં પછીના કાળે તે શબ્દથી તેમને બોધ થઈ શકતું નથી. વીર કે મહાવીર એ શબ્દો પણ સર્વસાધારણ છે, પરંતુ તે કાળક્રમે ભ. મહાવીરના નામ જેવા બની ગયા.
જિન શબ્દની વપરાશ પણ સર્વ શ્રમણમાં સાધારણ હતી. બુદ્ધ, ગોશાલક કે અન્ય શ્રમણાના નાયકે માટે એ “જિન” શબ્દ સાધારણ હતું. પરંતુ ભ. મહાવીર માટે તે વિશેષ વપરાતે થયે તેથી તેમના અનુયાયી જેન તરીકે વિશેષ પ્રસિદ્ધ થયા. બૌદ્ધોનો પરિચય પણ “જૈન” શબ્દથી લાંબા કાળ સુધી અપાતો હતો પરંતુ આજે “જૈન” કહેવાથી માત્ર ભ. મહાવીરના અનુયાયીઓને જ બોધ થાય છે. તે જ પ્રમાણે “તથાગત’ શબ્દ પણ સાધારણ હતું તે ભ. બુદ્ધ માટે વિશેષનામ જેવો બની ગયે, આ હકીકત છે. આમ શબ્દોના અર્થને સંકેચ કાળક્રમે થયા કરે છે. આ સંદર્ભમાં અહીં ભ. મહાવીરને અપાતાં વિશેનો વિચાર કરવાનું ગ્ય માન્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org