SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ -તીર્થકરચરિતની માતૃકાઓનું મૂળ છે જ પણ પઉમરિયમાં મહાપુરુષોને સંકલિત કરી માતૃકાઓ છે–એ તેની વિશેષતા જાણવી જોઈએ. આથી કહી શકાય કે આવશ્યકનિયુક્તિ (૧) કરતાં પઉમચરિયમાં માતૃકાઓને વિકાસ સ્પષ્ટ છે. - હરિવંશમાં (સગ ૬૦) પણ આવી માતૃકાઓ છે. તિલેયપણુત્તિગત માતૃકાઓ : તિયપત્તિમાં “સાપુરા ૬૩ ભરતક્ષેત્રમાં થાય છે તેમ જણાવ્યું છે. (૪-૫૧૦) અને પછી તે ૬૩ ના નામે પણ આપી દીધાં છે. ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવતી, ૯ બલદેવે ૯ નારાયણ (વાસુદેવ) અને ૯ પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ) એમ કુલ ૬૩ છે. ઉપરાંત (૪.૫૧૧) તીર્થકર કાળમાં ૧૧ રુદ્રો થાય છે એ પણ *ઉલ્લેખ છે. (૪-૫ર૦-પ૨૧). આ પછી તીર્થકરોની માતૃકાઓનું નિરૂપણ છે. (૪૫૨૨ થી ૪૧૨૮૧). તે આ પ્રમાણે– (૧) દેવભવથી વન (૨) માતા-પિતા (૩) જન્મનક્ષત્ર-તિથિ (૪) જન્મનગરી (૫) વંશ-કુલ (૬) જન્મકાલઅંતર(ઉત્પત્તિ) () આયુ (૮) કુમારકાલ (૯) ઉત્સધ (૧૦) વર્ણ (૧૧) રાજ્યકાલ (૧૨) ચિહ્ન (૧૩) ચક્રવતી (૧૪) વૈરાવ્યનું કારણ (૧૫) દીક્ષાનગરી (૧૬) તિથિ-નક્ષત્ર, સ્થાન દીક્ષાનું અને દીક્ષાપૂર્વ તપસ્યા (૧૭) દીક્ષાના સાથીની સંખ્યા (૧૮) દીક્ષાને સમય (રાજ્યકાળ અથવા કુમારકાળ) (૧૯) પારણું (૨૦) છાસ્યકાળ (૨૧) કેવળજ્ઞાન-નક્ષત્ર-તિથિ-નગરી (૨૨) કેવલજ્ઞાનનું અંતર (ઉત્પત્તિ સમયે થનારી ઘટનાઓ) (૨૩) સમવસરણું (માનસ્તંભ, સ્તૂપ) (૨૪) અતિશય (૩૪) (૨૫) કેવલજ્ઞાન–વૃક્ષાદિ મહાપ્રાતિહાર્યાં (આઠ) (૨૬) યક્ષ-યક્ષિણી (૨૭) કેવલીકાલપ્રમાણુ (૨૮) ગણધર પ્રધાનગણધર (ર૯) ગણધર ઋદ્ધિ (૬૪) (૩૦) ઋષિ (૩૧) સંધ (૭) પૂર્વધર આદિ (૩૨) આર્ય સંખ્યા, પ્રધાન આર્યો (૩૩) શ્રાવક (૩૪) શ્રાવિકા (૩૫) મુક્તિ, કેટલા સાથે , તિથિ-નક્ષત્ર, સ્થાન (૩૬) અગઅવસ્થાકાલ–સૂક્તિપૂર્વ (૩૭) આસન, મુક્તિપૂર્વનું (૩૮) અનુબદ્ધકેવલી સંખ્યા (૩૯) અનુત્તરમાં જનારા શિષ્ય (૪૦) સિદ્ધિ જનારા સાધુ (૪૧) કેવલજ્ઞાન થયું અને પછી મુક્તિ જનારા શિષ્યો (૪૨) દેવલોક જનારા શિષ્ય (૪૩) મુક્તિકાલનું અંતર (૪૪) તીર્થ પ્રવર્તનકાળ (૪૫) ધર્મબુચ્છિત્તિ.૨ ૧. અહીં મુખ્ય શ્રાવક-શ્રાવિકાનાં નામની સૂચના નથી તે ધ્યાનમાં લેવાની બાબત છે. ૨. ઉપરની બાબતોને નકશો રચી તિલેયપત્તિના બીજા ભાગને અંતે સંપાદક નિર્દેશ કર્યો છે પૃ. ૧૦૧૩. ત્યાં સંખ્યા ૫૦ છે તેનું કારણ એ છે કે અહી મેં કેટલીક બાબતને એકસાથે લીધી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy