________________
૧૨૦
મહાવીરચરિત મીમાંસા
પણ આ અણુગારે તો જીવાના વધ કરનાર ક્રૂડના ત્યાગ જ કર્યાં હતા અને કાયાનું વિસર્જન કર્યુ હતુ એટલે કે કાયપ્રત્યે મમત્વ હીન હતા એટલે જે કાંઈ હીનકોટીના ઉપસર્ગા થતા તે ઝીલીને ભગવાન સડન કરતાં. છ સગ્રામમાં સૈન્યને મેખરે રહેલ હાથીતી જેમ ભગવાન મહાવીર પણ્ લાઢમાં કોઇપણ ગામમાં નિવાસ ન મળ્યો છતાં પાર પામી ગયા-એટલે કે પરીષહ સૈન્યને જીતી લીધું. ૮
મનમાં કોઈ પણ પ્રકારની ધારણા વિનાવિચરતા એવા મહાવીરને આવતા જોઇ ને હજી તેા ગ્રામને પાદર પહેાંચ્યા ન હોય ત્યાં જ ગ્રામજનો ગ્રામમાંથી બહાર આવીને પીરતા અને કહેતા અહીથી પલાયન કરી નં. ૯ (ચૂ'િમાં લખ્યુ છે--‘અરે નાગા, શું તું અમારા ગામમાં પ્રવેશ કરશે ’ આમ કહી પીટતા.)
વળી મારા મારે’-એવા પાકાર કરી તેમને અનેકવાર દંડથી, મૂડીથી, ભાલાથી કે ઢેફાથી કે ડીકરાથી માર્યા પણ હતા. ૧૦
શરીર ઉપર આક્રમણુ કરી અનેકવાર માંસ કાપી લીધુ હતુ. અને
નાના પ્રકારનાં કષ્ટો આપી તેમને પીંખી નાખ્યા હતા. અને તેમના ઉપર ધૂળ પણ ફેકી હતી. ૧૧
ઊંચા ઉપાડી પાળ્યા પણ હતા, અથવા આસનભ્રષ્ટ પણ કરી દીધા હતા. પણ ભગવાન તા કાયના ઉત્સર્ગ કરીને પરિષહ માટે તૈયાર જ હતા અને અપ્રતિજ્ઞ થઈ બધાં જ દુ:ખો સહન કર્યા . ૧૨
સગ્રામમાં સૈન્યને મોખરે રહેનાર હાથીની જેમ આ બધાની વચ્ચે પણ ભ. મહાવીર તેા સવૃત હતા અને અનેક કષ્ટ સહન કરતા કરતા દુ:ખથી ચલિત થયા વિના વિચરતા હતા. ૧૩ આ મુજબનુ....(૧, ૨૩ જેમ). ૧૪
(૯.૪) રગચિકિત્સા :
રેગ ન થયા હોય છતાં પણ ભગવાન ઊણાદરી સહન કરતા. રાગ થાય કે ન થાય પણ ભગવાને ચિકિત્સામાં રસ દાખવ્યે જ નહિ. ૧ (ચૂર્ણિ'માં લખ્યુ છે કે શતાદિ પરીષહો કદાચ સહન થઈ શકે પણ પેટ પૂરતું ખાવા ન મળે તે તે દુ:સહુ બની જાય છે, આથી અહીં ભગવાનની સ્વચ્છાથી થતી ઊણાદરી વિષે પ્રશંસા છે. લેટો તે જ્યારે કોક રોગ થાય ત્યારે જ ઊણાદરી કરે છે પણ ભગવાન માટે તે આ સહજ હતી, સ્વૈચ્છિક હતી. ઊણાદરી વિષે ચૂર્ણિકારે સ્પષ્ટીકરણ કર્યુ છે કે ભગવાન અચેલક હતા – તેમની ઉપકરણ વિષેની અને અલ્પાહાર એ આહારવિષે ઊણાદરી હતી.)
-મે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org